ચોમેર બદલીઓની મોસમ:ભાવનગરના 21 સુપરિન્ટેન્ડેન્ટની બદલી; 33ને શહેરમાં જ પોસ્ટિંગ, કસ્ટમ્સમાં 6 સુપરિન્ટેન્ડેન્ટની બદલી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • SGST બાદ હવે CGSTમાં સાગમટે બદલીઓ કરાઈ

સ્ટેટ જીએસટી ભાવનગરમાં સામૂહિક બદલીઓ બાદ હવે સીજીએસટી ભાવનગરમાં 21 સુપરિન્ટેન્ડેન્ટની બદલીઓ કરવામાં આવી છે, જ્યારે 33 સુપરિન્ટેન્ડેન્ટ અન્ય સ્થળોએથી ભાવનગરમાં મૂકવામાં આવ્યા છે. સીજીએસટી ભાવનગરમાં ફરજ બજાવી રહેલા સુપરિન્ટેન્ડેન્ટ પી.વી.જેઠવા, સજુ જોન, મુકેશ શર્મા, વિજય નખવા, ઓ.પી.તિવારી, એમ.ડી.મણિયાર, ડી.પી.સોલંકી, રાજેશ મિશ્રા, એસ.કે.ઝા, અનુરાગ શ્રીવાસ્તવને રાજકોટ સીજીએસટીમાં મૂકવામાં આવ્યા છે. એ.એચ.ડોડિયા, બી.આર. ગોહિલ, એન.વી. ચૌહાણ, કવિતા શાહ, ઉપેન્દ્રકુમારને સીજીએસટી કચ્છમાં મૂકવામાં આવ્યા છે. ડી.એન.કામાણી, પી.વી.પરીખ, સુધીર સિન્હા, રાજેન્દ્ર મીનાને અમદાવાદ સીજીએસટીમાં મૂકવામાં આવ્યા છે.

જ્યારે એ.એચ.સેતા, એ.બી.સેજપાલ, અશોક થાનવી, દેવેન્દ્રસિંહ, જે.વી.મોદી, કે.એમ.શિશાંગિયા, એમ.આર.ભટ્ટ, મનોઝ ઓઝા, મનોજ યાદવ, એન.ડી.પરમાર, પ્રવીણકુમાર, પ્રવીણ મિશ્રા, ઉષા નાયર, વિકાસ બાગદી, અરવિંદ લશકરી, અનુપરસિંહ, બી.આર.પાઠક, ડી.બી.પબારી, ડી.એમ.જોષી, એચ.એન.જેસાણી, કે.જે.સોની, કમલ મૌર્ય, નીખિલ રાજ, આર.એન.અન્સારી, એસ.એમ.શેઠ, સુશીલકુમાર, વાય.કે.રીસકા, કે.સી.ધોળકિયા, જી.આઇ.અંજારિયા, પી.વી.દવે, એચ.ડી. શેખને રાજકોટ સીજીએસટીમાંથી ભાવનગર સીજીએસટીમાં નિમણૂક આપવામાં આવી છે.

ઉપરાંત દુર્ગેશ શર્માને ડીજીજીઆઇમાંથી ભાવનગર મુકાયા છે. ભાવનગર કસ્ટમ્સમાં પણ બદલીઓનો દોર ચાલ્યો છે. જે.ડી.સંઘરાજકા, આર.એ.જાડેજાને પોરબંદરથી, નીરજ દવેને સિક્કાથી, એચ.બી.કુંડળ, હેમાંગ દવે, સમીપ સ્વદિયાને જામનગરથી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ભાવનગર કસ્ટમ્સમાં મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...