તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોવિડથી બંધ થયેલી ટ્રેનો માર્ચમાં પુન:કાર્યાન્વિત થશે, બોટાદ-અમદાવાદ બ્રોડગેજ ચાલુ વર્ષે શરૂ કરાશે: GM

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભાવનગર રેલવે ડિવિઝનના વાર્ષિક ઇન્સપેકશન માટે આવી પહોંચેલા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યુ હતુકે, બોટાદ-ભાવનગર બ્રોડગેજ લાઇન ચાલુ વર્ષે શરૂ કરવામાં આવશે, તથા કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી ટ્રેનો એક માસમાં પુન: કાર્વાન્વિત કરવામાં આવશે. પત્રકાર પરિષદને સંબોધતા આલોક કંસલે જણાવ્યુ હતુકે, બોટાદ-અમદાવાદ, ધોળા-જેતલસર ગેજ કન્વર્જનની પ્રક્રિયા ફંડની તકલીફોને કારણે અને કોરોનોને લીધે મોડી થઇ રહી છે.

પરંતુ ચાલુ વર્ષે આ બંને લાઇન તબક્કાવાર કાર્યાન્વિત કરવામાં આવશે. કોરોના દરમિયાન બંધ કરવામાં આવેલી ટ્રેનો પૈકી ભાવનગર-બાંદ્રા, ભાવનગર-સુરેન્દ્રનગર શરૂ થઇ ચૂકી છે, અને બાકી બચેલી તમામ ટ્રેનો માર્ચ મહિનામાં ચાલુ થઇ જશે. કુંભારવાડામાં અંડરબ્રિજની નિષ્ફળતા બાદ ઓવરબ્રિજ અંગે કંસલે જણાવ્યુ હતુકે, 8-9 ઓવરબ્રિજ અંગે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે, નિરાકરણ લાવવાના બંને તરફથી પ્રયત્નો શરૂ છે. પિપાવાવ-સુરેન્દ્રનગર વચ્ચેની લાઇનનું વિદ્યૃતિકરણ થઇ ચૂક્યુ છે, અને ભાવનગર સુધીની લાઇનનું કામ ડિસેમ્બર-2022 સુધીમાં પૂર્ણ કરવાનો અમારો લક્ષ્યાંક છે, અને તેના માટે અમારી ટીમ કાર્યરત છે.

ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેનમાં માત્ર રિઝર્વેશન હોય તેવા મુસાફરો જ મુસાફરી કરી શકતા હતા, આ નિયમને તત્કાળ હટાવવામાં આવ્યો છે, અને ગુરૂવારથી જ આ ટ્રેન બિનઆરક્ષિત કરવામાં આવી છે અને તેની ટિકિટ તમામ સ્ટેશનો પરથી મળી શકશે. જીએમને ડીઆરયુસીસી સભ્ય કિશોર ભટ્ટે સાગરમાલા તળે કોસ્ટલ રેલ યોજના અમલી કરવા, લોકલ ટ્રેનો અનુકુળ સમયે ચલાવવા, ભાવનગર-હરિદ્વાર ટ્રેન મંજૂર થઇ ગઇ હોવાથી તેને ચાલુ કરાવવા રજૂઆતો કરી હતી.

નોન કોર પ્રવૃત્તિનું જ આઉટ સોર્સિંગ
ભાવનગર રેલવે વર્કશોપમાં અનેક કામગીરીઓના આઉટ સોર્સિંગ અંગેના પ્રશ્નનો ઉત્તર વાળતા આલોક કંસલે કહ્યુ હતુકે, ખાનગીકરણ અને આઉટ સોર્સિંગ વચ્ચે તફાવત છે, આઉટ સોર્સિંગનો તમામ કંટ્રોલ સ્થાનિક જવાબદાર અધિકારી પાસે હોય છે, માત્ર નોન કોર પ્રવૃત્તિનું જ આઉટ સોર્સિંગ કામ કરાવવામાં આવી રહ્યું છે, ખાનગીકરણ કરાયુ નથી.

સેન્ડ બ્લાસ્ટિંગની સમસ્યાનું નિરાકરણ આવશે
ભાવનગર રેલવે વર્કશોપમાં કોચની મરામત કાર્ય દરમિયાન સેન્ડ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની આજુબાજુ અન્ય કર્મીઓ પણ કાર્યરત હોય છે તેથી તેઓને શ્વસન પ્રક્રિયામાં અગવડતાઓ પડી રહી હોવાની બાબત અંગે જનરલ મેનેજરે જણાવ્યુ હતુકે, ગુરૂવારે વર્કશોપની અમે મુલાકાત લેવાના છીએ, સ્થળ મુલાકાત લઇ અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...