ગંદકીની સમસ્યા:ભાવનગર શહેરની અલકા ટોકિઝ વિસ્તારમાં જાહેર સાફ-સફાઈ ના થતા લોકો ત્રાહિમામ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક સ્થળ સાથે રહેણાંકી વિસ્તાર હોય ગંદકી-કચરાને પગલે લોકોને ભારે હાલાકી

શહેરમાં અલકા ટોકિઝ વિસ્તારમાં ઘણાં સમયથી બીએમસી દ્વારા જાહેર સાફસફાઈ બાબતે સતત દુર્લક્ષ સેવતા સ્થાનિકલોકો કચરાના મોટા ગંજ ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યાં છે આ સંદર્ભે સત્તાધિશોના વારંવાર કાન આમળવા છતાં રોજિંદી સફાઈ અંગે કોઈ જ પગલાંઓ ન લેવાતાં લોકોમાં રોષ ફેલાયો છે.

તાજેતરમાં દેશમાં થયેલ સ્વચ્છતા સર્વેક્ષણ માં ભાવનગર શહેરનો 19 મો ક્રમ આવ્યો છે ! પરંતુ આ ક્રમ વાસ્તવિક ન હોય એવો અહેસાસ શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકો ને થઈ રહ્યો છે શહેરના બંદર રોડપર આવેલી અલકા સિનેમામાં પાસે બોરીયા મહાદેવ તરીકે ઓળખાતા રહેણાંકી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા રોજિંદી સફાઈ અંગે યોગ્ય પગલાં લેવામાં નથી આવી રહ્યાં પરીણામે દરરોજ મોટી માત્રામાં કચરાનો ભરાવો થઈ રહ્યો છે,

ટેમ્પલ બેલ વાહન દ્વારા આ વિસ્તારમાં કચરો એકત્રિત કરવામાં ન આવતો હોય પરિણામે સ્થાનિકો બોરીયા મહાદેવ મંદિર પાસે જાહેરમાં કચરાનો નિકાલ કરે છે કચરો-ગંદકી એકઠી થતાં રેઢિયાર પશુઓ આ કચરાના ઢગલામાં પડ્યાં પાથર્યા રહે છે આ સમસ્યા દિનપ્રતિદિન પેચીદી બનતી હોય જાહેર સ્વચ્છતા સાફસફાઈ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જ આવ્યું છે પરીણામે લોકો માં ભારે રોષ ફેલાયો છે અને સફાઈ અંગે તંત્ર તથા સ્થાનિકો સભાન બને એવી ઉગ્ર માગ લોકો માં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...