તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શાકભાજી વેચી પરત ફરતા વાવડીના શખ્સનું કરૂણ મોત

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટી કુંડળ પાસે 2 રીક્ષા સામસામી અથડાતા

વાવડી ખાતે રહેતા યુવક બાબરા ખાતે શાકભાજીનો વેપાર કરી તેની છકડો રીક્ષા લઇ ઘરે પરત આવતા હતા ત્યારે સામેથી આવતા છકડા રીક્ષાના ચાલકે તેમની રીક્ષા સાથે ધડાકાભેર અથડાવતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

આ અંગે મળતી વિગત મુજબ ગઢડાના વાવડી ખાતે રહેતા છગનભાઇ કાબાભાઇ ઝાપડીયા (ઉ.વ.48) શાકભાજી તેમની રીક્ષા નં.GJ-04-AT-1092 લઇને બાબરા ખાતે શાકભાજી વેચવા ગયેલ જ્યાથી પરત આવતા હતા તે દરમિયાન મોટી કુંડળથી નાની કુંડળ જવાના રસ્તે સામેથી પુરઝડપે આવી રહેલ રીક્ષા નં.GJ-14-X-0972ના ચાલક ગોપાલભાઇ દેવજીભાઇ સોરઠિયાએ છગનભાઇની રીક્ષા સાથે અથડાવતા છગનભાઇનસ રીક્ષા પલ્ટી ખાઇ ગયેલ અને તેઓ રીક્ષા નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. બનાવ અંગે મૃતકના કૌટુંબીક ભાઇએ અકસ્માત સર્જી રીક્ષા મુકી નાસી ગયેલ ગોપાલ સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો