તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:બાઇક સવારને છોટાહાથી ચાલકે અડફેટે લેતા કરૂણ મોત

ભાવનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેગવડાથી જાંબુડાની વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ગંભીરઇજાગ્રસ્તને સારવાર્થે ભાવનગર ખાતે ખસેડાયા

મહુવા તાલુકાના રોહીશા ગામે રહેતા અને કામ સબબ ત્રણ સવારી બાઇક લઇ જતા યુવાનને છોટા હાથી વાહનના ચાલકે અડફેટે લેતા અને ગંભીર ઇજા પહોંચતા અેક નુ મોત નીપજયું હતુ. જયારે અન્ય અેક ઇજાગ્રસ્તને સારવાર્થે ભાવનગર ખસેડાયા હતા.

બનાવની વિગતો મુજબ મહુવા તાલુકાના રોહીશા ગામે રહેતા પરેશભાઇ અાણંદભાઇ બાલાભાઇ બાંભણીયાઅે છોટા હાથી નંબર જી.જે.04.અે.ડબલ્યું-1635 ના ચાલક વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેમના ફઇના દીકરા લાલજીભાઇ માલમભાઇઅે ફોન કરી ફરીયાદીને જણનાવેલ કે તમારા નાનાભાઇ પ્રદીપભાઇને વાહન અકસ્માત થયેલ છે. જેથી તેઅો તુરંતજ દેગવડા થી જાંબુડાની વચ્ચે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તે દરમ્યાન તેઅોને 108 મારફત હનુમંત હોસ્પીટલમા સારવાર્થે લઇ જવાયા હતા. જયા ફરજ પરના તબીબે તપાસી ફરિયાદીના નાનાભાઇ પ્રદીપભાઇને મૃત જાહેર કર્યા હતા.

બગદાણા પોલીસ સુત્રોમાથી મળતી વિગતો મુજબ મોટર સાયકલ નંબર જી.જે.04.અે.અેલ.4181 પર પ્રદિપભાઇની સાથે વિશાલભાઇ તથા રાહુલભાઇ અેમ ત્રણ સવારી જતા હતા. અકસ્માતમાં ​​​​​​​વિશાલભાઇને ગંભીર ઇજા સાથે વધુ સારવાર્થે ભાવનગર ખસેડાયા હતા. પોલીસે છોટા હાથી ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો