મુશ્કેલી:શહેરથી સોમનાથ ચાર માર્ગીય હાઇ-વે સુધી ટ્રાફિકની પળોજણ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોપ થ્રી સર્કલથી બુધેલ સુધીનો રસ્તો ચાર માર્ગીય ક્યારે ?

ભાવનગર-સોમનાથ ચાર માર્ગીય નેશનલ હાઇ-વેની કામગીરી ચાલી રહી છે, અને ભાવનગર-તળાજા વચ્ચેના માર્ગનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે. ભાવનગરથી અલંગ જવા આવવા માટે પ્રતિદિન 1000 વાહનોનો અવર-જવર રહે છે. પરંતુ ભાવનગર શહેરથી બુધેલ જવા-આવવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભાવનગર શહેરના દુ:ખીશ્યામ બાપા સર્કલથી બુધેલ સુધીના રસ્તામાં કાયમ ટ્રાફિકની સમસ્યાઓ રહે છે અને ચાર માર્ગીય નહીં કરાયો હોવાથી સામસામે વાહનો આવે છે, અને ટ્રાફિક જામ તથા અકસ્માતના બનાવો પણ વારંવાર બને છે. અધેવાડાથી ભાવનગર શહેરમાં જ્યાં સુધી ચાર માર્ગીય રસ્તા છે ત્યાં સુધીનો માર્ગ ચાર માર્ગી બનાવવાની આવશ્ક્તા છે.

ભાવનગર શહેરમાંથી બહાર જવા આવવા માટે સતત ટ્રાફિક રહે છે, અને માર્ગ વિસ્તૃતિકરણની દિશામાં ભાવનગર મહાનગરપાલિકાએ ત્વરીત કોઇ નિર્ણયો કરી અને ભાવનગરથી અધેવાડા ચાર માર્ગીય કરવાની આવશ્યક્તા છે.

ત્રાપજ-તણસાનો રસ્તો અભિમન્યુના કોઠા જેવો
ભાવનગરથી અલંગ જવા-આવવા માટે તણસા, ત્રાપજના રસ્તાનું અસ્તિત્વ નામશેષ થઇ ગયુ છે, અને અભિમન્યુના સાત કોઠા વિંધવાની જેમ વાહન ચાલકેઆ બે ગામના રસ્તા પસાર કરવા માટે પોતાના વાહનોને અગ્નીપરિક્ષામાંથી પસાર કરવા પડે છે. પ્રતિદિન સરેરાશ 1000 વાહનોનો ટ્રાફિક આ બે ગામોમાંથી પસાર થતો હોવા છતા, સંબંધિત સરકારી વિભાગ દ્વારા માર્ગ મરામતની દિશામાં સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...