તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી:કદમગીરી ગામે કમળાઈ માતાજીનાં મંદિરે પરંપરાગત કમળા હોળીની ઉજવણી કરાઈ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવે છે
 • આ દિવસે નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક કોળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રવિવાર કમળા હુતાસણી ઉજવણી કરાઇ છે. આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા. જ્યાં આજે કમળા હુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવનગર જીલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે.

હોળી ધૂળેટીના તહેવારો શરુ થઈ ગયા છે જેમાં હોળીનો આગળનો દિવસ કમળા હુતાસણીનો દિવસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કદમગીરી ડુંગર ઉપર કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાર બાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહી કમળાઈ માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાસણીની ઉજવણી કરવા માંટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજુર-દાળિયા-પતાસા ની આહુતિ આપી અને હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે.

કમળા હુતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે, વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદી 14ને દિવસે અગ્નિજયોતમાં પોતાનુ પરિવર્તન કર્યુ તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. પણ 60-70 વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતુ હતુ.

ઉલ્લેખનીય છે કે, આ ગામ ગુજરાતના 222 રજવાડાનું એક ગામ છે જેમના તાલુકદાર દરબાર વાજસુર રાવત કામળિયાના અનેક ધામિર્ક અને સામાજિક કાર્યની ધરોહર છે. અહીં આવેલા આણંદજી કલાયણજી પેઢીને જે તે સમયે ગામના વિકાસ અર્થ જમીન પણ આ ગામના રાજવીઓએ દાનમાં આપેલા. ગામનુ નામ બદલાયુ પણ પહાડનુ નામ એનુ એજ છે. કદમવાસીની દેવીનુ તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. આ દેવીની મુર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે. આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસબાપા આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. તેજ આ પહાડ સંસ્કૃતમાં કૌલંબા કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોળંબો કહે છે.

આ કમળાઈ માતાજી કામળિયા દરબારો અને બીજી અન્ય ઘણી કોમના કુળદેવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, કામળિયા દરબારોના બાર ગામો છે અને મહત્વની નોંધવા જેવી બાબત અહીં 16મી સદીમાં માતંગદેવ અહીં દર્શન અર્થે આવેલા કચ્છથી તે અખાત્રીજના દિવસે અહીં આવેલા જેથી અહીં દર વર્ષે અખાત્રીજ અહીં મેળો પણ ભરવામાં આવે છે. એમની યાદ માં આ ઉપરાંત 18 વર્ણ આ માતાજી ને માને છે. આ માતાજી નું જ્યાં સ્થાનક છે તે ડુંગર ને કોલંબો ડુંગર તરીકે ઓળખાય છે અને મહત્વ ની વાત એ છે કે અહીં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે છેક મુંબઇ સુધીના લોકો થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન પણ થાય છે આ ઉપરાંત આ પર્વ કામળિયા દરબારો અને કામળિયા સોરઠીયા આહીરો અને કામળિયા ગોર માટે અતિ મહત્વનું હોય છે. નવદંપતી અહીં ફરજીયાત દર્શન કરી હોળી ફરતા આંટા લે છે અને એમના ભાણેજ પણ આ પરંપરાને નિભાવે છે. આ ઉપરાંત 365 દિવસ અહીં સતત અન્નસક્ષેત્ર(ભોજન) ચાલુ રહે છે. આ સમગ્ર આયોજન કાઠી ક્ષત્રીય સમાજ યુવા ગ્રુપ, કામળિયાવાડ અને કમળાઈ શક્તિ પીઠના ટ્રસ્ટ દ્રારા આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો