તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વેપારીઓએ હવે 0.1% TDS કાપી અને તંત્રમાં ભરવો પડશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 કરોડથી વધુનું ટર્નઓવર અને 50 લાખની ખરીદી હોય તો
  • 1લી જુલાઇથી થશે અમલ : વેપારીઓની જફામાં વધારો

વર્ષ 2021ના આર્થિક બિલ પ્રમાણે વેપારીઓએ તેઓની ખરીદી પર ટેક્સ ડીડક્શન એટ સોર્સ (ટીડીએસ) કાપી અને જમા કરાવવાનો રહેશે. તા.1લી જુલાઇથી આ બાબતનો અમલ કરવાનો આવી રહ્યો હોવાથી વેપારીઓની જફામાં વધારો થવાનો છે.અનેક પ્રકારના પત્રકો, ટેક્સ, કર નિયમોમાં ફેરફારો સહિતની પલોજળમાં અટવાયેલા રહેતા વેપારીઓને વધુ એક જવાબદારીનો સામનો કરવો પડશે. ફાયનાન્સ બિલ 2021માં કરવામાં આવેલા પ્રાવધાન મુજબ ખરીદી કરવા પર 0.10% ટીડીએસ કાપી અને વેપારીએ જમા કરાવવાનો રહેશે અને તેનો અમલ તા.1લી જુલાઇથી કરવાનો છે.

1961ના આવકવેરાના કાયદાની કલમ 194-ક્યુ માં કરવામાં આવેલા ફેરફાર મુજબ, જે વેપારીઓના ટર્નઓવર 10 કરોડથી વધુનું હોય, અને 50 લાખથી વધુની ખરીદી કરે તો આવા વેપારીઓએ વેચનારને ચુકવવાની થતી રકમ પર 0.10ટકા ટીડીએસ કાપવો પડશે. જો વેપારી પાનકાર્ડ નહીં ધરાવતા હોય તો તેવા વેપારીઓનું બિલ બનાવતા પહેલા પંંાચ ટકા ટીડીએસ કાપવાના નિયમ પણ લાગુ કરવામાં આવનાર છે.

1લી જુલાઇ પહેલા બાકી રહેતા તમામ બિલોની ચુકવણી કરી દેવામાં આવે તો તેના પેટે 0.10ટકા ટીડીએસ કાપવાનો નિયમ લાગુ પડશે નહીં. વાયમેક્સ મરિન (એક્સપોર્ટર)ના પી.જે.દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, વેપારીઓની માથે કર, પત્રકો, જુદાજુદા રિટર્ન ભરવા સહિતની અનેક જવાબદારીઓ છે જ અને કામધંધા ભૂલીને તેની પાછળ રહેવું પડે છે. નવા નિયમથી વેપારીઓના માથે નવી જવાબદારી આવશે અને તેનો ઉલ્લેખ રીટર્નમાં કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...