તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વચ્છતા માટે સમજણથી દોર્યા ન દોરાય તેને દંડથી દોરવાના કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પ્રયાસની શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ સીસીટીવી કેમેરાની નજરમાં પીરછલ્લામાં ગંદકી ફેલાવતા પાંચ વેપારીઓ ઝડપાઈ જતા સ્થળ પર દંડ વસૂલવા ગયેલા અધિકારીઓને વેપારીઓએ ઘેરી વળી હોબાળો મચાવી પીરછલ્લા બજારને બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો.
ભાવનગરને ક્લીન સિટી બનાવવાના પ્રયાસ રૂપે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી સમગ્ર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી કોઈ વ્યક્તિ ગંદકી ફેલાવતા હોય તેને કેમેરામાં ઝડપી લઇ દંડ ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ કરી હતી. આજે સવારે 10 વાગે પીરછલ્લા મુખ્ય બજારમાં વેપારીઓ દુકાનની સફાઈ કરી રસ્તા પર કચરો નાખતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. જેથી તાત્કાલિક વોર્ડ સેનેટરી ઈન્સ્પેકટર અને ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના સ્થળ પર જઇ પાંચ-પાંચ હજારનો દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરતાં જ વેપારીઓએ દંડ ભરપાઈ કરવાની મનાઈ કરી હતી અને આસપાસના વેપારીઓ પણ ભેગા થઇ ગયા હતા. જેથી ભારે હોબાળો મચ્યો હતો. અને સ્વચ્છતા માટેની દંડની કાર્યવાહીનો વિરોધ કરી વેપારીઓએ દુકાનો પણ બંધ કરી દીધી હતી. જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ લીલા તોરણે પાછા ફર્યા હતા.
અન્ય વિસ્તારોમાંથી 9 હજારનો દંડ
એમ.જી.રોડ, ઘોઘા રોડ અને સીદસર રોડ પરથી ચાની લારી પાનના ગલ્લા અને જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા નવ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સ્વચ્છતા માટે લોકોને આદત પાડવા માટે કાર્યવાહી
શહેરમાં નિયમિતપણે રાત્રે પણ સફાઈ થાય છે. દુકાનદારોને ડસ્ટબીન પણ અપાઈ છે. છતાં વેપારીઓ અને લોકો જાહેર માર્ગો પર કચરો ફેંકે છે. જે લોકોને સ્વચ્છતાની આદત પડાવવા માટે સીસીટીવી દ્વારા ઝડપી લઇ દંડ ફટકારવામાં આવે છે. - જયેશ સોમપુરા, કાર્યપાલક ઈજનેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
મેયરે કરી દરમિયાનગીરી, પ્રથમવાર છે રાહત આપો
પીરછલ્લા શેરીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરો નાખતા વેપારીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરતા વેપારીઓનું ટોળું કોર્પોરેશન ધસી ગયું હતું અને રજૂઆત કરતા મેયર દ્વારા તંત્ર વાહકોને પ્રથમ વખત હોવાથી દંડ નહીં કરવા જણાવ્યું હતું. જોકે, હજુ સુધી કમિશનર દ્વારા દંડની કાર્યવાહી અટકાવવા કોઈ સૂચના આપવામાં આવી નથી.
વેપારીઓનો રોષ શું છે ?
કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. નિયમિતપણે સફાઈ પણ કરવામાં આવતી નથી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દુકાનોમાંથી નીકળેલો કચરો લેવામાં નહી આવતો હોવાથી જ કચરો બહાર રસ્તા પર ફેકવો પડે છે.
પીરછલ્લા સહિત બજારો માટે 3 રાત્રી ટેમ્પલ બેલની સુવિધા
પીરછલ્લા, વોરા બજાર, ગોળ બજાર, એમ.જી. રોડ સહિતના બજાર વિસ્તારમાં દુકાન બંધ થવાના સમયે સાફ-સફાઈ કરી કચરો લેવા માટે સાંજે સાતથી રાત્રીના દસ વાગ્યા સુધી ત્રણ ટેમ્પલ બેલની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ સવારે રૂટીન ટેમ્પલ બેલની સુવિધા તો ઉપલબ્ધ છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.