કોરોના અપડેટ:ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ એક્ટિવ દર્દી 212, 62 દર્દી કોરોનામુક્ત; 38 નવા કેસ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં નવા 28 કેસ નોંધાયા, 60 દર્દીઓ થયા કોરોનામુક્ત, ગ્રામ્યમાં 10 દર્દીનો ઉમેરો

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના કુલ 62 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા હતા જ્યારે આજે શહેરમાં 60 અને ગ્રામ્ય કક્ષાએ 2 મળીને 62 દર્દી કોરોનામુક્ત થયા હતા. તેની સામે આજે શહેરમાં કોરોનાના નવા 28 અને ગ્રામ્ય કક્ષાએ 10 મળીને કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ ભાવનગર શહેરમાં 169 અને ગરામ્ય કક્ષાએ 43 મળીને કુલ 212 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જેમાં 10 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દી ત્રણ દિવસમાં સાજા થયા છે.

ભાવનગર શહેરમાં આજે શાંતિજ્યોત એપોર્ટમેન્ટમાં 36 વર્ષીય યુરૂષ, કાળાનાળામાં સમ્રાટ અશોક એપાર્ટમેન્ટમાં 71 વર્ષીય વૃદ્ધ, નિલમબાગ એસબીઆઇ નજીક મહાલક્ષ્મીનગરમાં 8 વર્ષીય બાળકી, સિંગલીયામાં 70 વર્ષીય વૃદ્ધ, સિંગલીયામાં 10 વર્ષીય બાળકી, રિંગ રોડ પર 29 વર્ષીય યુવાન, પ્રગતિનગરમાં 65 વર્ષીય વૃદ્ધા, આસ્થા હોમમાં 64 વર્ષીય વૃદ્ધ,નવા સીંધુનગરમાં 7 વર્ષીય બાળકી, શ્રીનાથજીનગરમાં 75 વર્ષીય વૃદ્ધા, ભાવના સોસાયટીમાં 28 વર્ષીય યુવતી, રિંગ રોડ પર 20 વર્ષીય યુવાન

ભરતનગરમાં પ્રગતિ સોસાયટીમાં 33 વર્ષીય યુવતી, ઘોઘા સર્કલમાં 6 વર્ષીય બાળકી, સુખસાગર ફ્લેટમાં 67 વર્ષીય વૃદ્ધા, તળાજા રોડ હિલડ્રાઇવ સંસ્કાર મંડળ ખાતે 26 વર્ષીય યુવાન, ફુલવાડી ચોકમાં 22 વર્ષીય યુવાન, તિલકનગરમાં ગોલ્ડનનેસ્ટ એપાર્ટમેન્ટમાં 65 વર્ષીય વૃદ્ધ, મેઘાણી સર્કલમાં આસ્થા આર્કમાં 35 વર્ષીય યુવાન, ડોન ચોકમાં પરમહંસ કોમ્પલેક્સમાં 65 વર્ષીય વૃદ્ધ, ફુલસર સ્વપ્ન સાગરમાં 65 વર્ષીય વૃદ્ધ, રબ્બર ફેક્ટરી નજીક 65 વર્ષીય વૃદ્ધ, નવી પોલીસ લાઇનમાં 37 વર્ષીય યુવાન,

દેવરાજનગર-1માં 81 વર્ષીય વૃદ્ધ, કાળિયાબીડ રામમંત્ર મંદિર નજીક 40 વર્ષીય પુરૂષ, હાદાનગર, શિવશક્તિમાં 23 વર્ષીય યુવાન, વિજયરાજનગરમાં આદર્શ સોસાયટીમાં 63 વર્ષીય વૃદ્ધ તથા મોતીતળાવમાં 33 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા.

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં હાથબ ગામે 97 વર્ષીય વૃદ્ધ, હાથબમાં જ 22 વર્ષીય યુવાન, નવા રતનપરમાં 30 વર્ષીય યુવાન, ગુંદીમાં 35 વર્ષીય મહિલા, ગુંદીમાં જ 11 વર્ષીય બાળક, હાથબમાં 29 વર્ષીય યુવાન, હોઇદડમાં 34 વર્ષીય યુવાન, કોળિયાકમાં 6 વર્ષીય બાળકી, કોળિયાકમાં 10 વર્ષીય બાળક અને બુધેલમાં 65 વર્ષીય વુદ્ધનો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે બે દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં વરતેજના 18 વર્ષીય યુવતી અને દરેડના 60 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે. હાલ ગ્રામ્ય કક્ષાએ 43 દર્દી એક્ટિવ છે જેમાં 37 ઘરે અને 6 દર્દી હોસ્પિટલમાં રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...