આયોજન:વ્હિકલ સ્ક્રેપીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત કાલે ઇન્વેસ્ટર સમિટ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરનાં ઉદ્યોગકારો પ્રત્યક્ષ હાજરી આપશે
  • સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે કાલે સવારે 10.30 કલાકે સમિટનાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા ગોઠવાઇ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર ઇન્વેસ્ટર સમિટનાં લાઈવ પ્રસારણ અંગેનું આયોજન કરાયુ છે. ભારત સરકારનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે વિભાગ દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ઇન્વેસ્ટર સમીટ તા.13 ઓગસ્ટને શુક્રવારનાં રોજ સવારે 10.30 કલાકે મેઈન કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત કેન્દ્રનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે વિભાગનાં મંત્રી નીતિન ગડકરી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યક્ષરીતે ઉપસ્થિત રહેનાર છે.આ ઇન્વેસ્ટર સમિટમાં ભાવનગરનાં ઘણાં ઉદ્યોગકારો પ્રત્યક્ષ હાજરી આપનાર છે, પરંતુ આ સમિટમાં ભાગ લેવા માટે ગાંધીનગર જઈ શકે તેમ ન હોય તેવા વ્યક્તિઓ માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આ સમિટનાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે લોકો આ લાઈવ પ્રસારણમાં ઉપસ્થિત રહેવા ઈચ્છતા હોય તેઓએ ચેમ્બર હોલ (315, સાગર કોમ્પ્લેક્ષ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે તા.13 ઓગસ્ટને શુક્રવારનાં રોજ સવારે 10.30 કલાકે ઉપસ્થિત રહેવું.