આયોજન:શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજ દ્વારા પ્રવેશ અંગે કાલે વેબિનાર

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાગ લેવા માટે લિન્ક પર નોંધણી કરાવવી જરૂરી
  • {કાલે સવારે ઈજનેરીમાં પ્રવેશ તેમજ કારકિર્દી વિષયક માહિતી આપવામાં આવશે

શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજ દ્વારા તા.11/8ને બુધવારે સવારે 11 કલાકે ધો.12માં પાસ થયેલ વિધ્યાર્થીઓ માટે ઈજનેરીમાં પ્રવેશ અંગેની માહિતી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજાયો છે. જેમાં સંસ્થાના ઇલેક્ટ્રિકલ વિભાગના વડા ડો. કેતન બડગુજર તેમજ પ્રોડક્શન વિભાગના પ્રો.ડો. ઉદય છાયા દ્વારા માહિતી આપવામાં આવશે.

આ વેબિનારમાં ભાગ લેવા માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ વેબિનારમાં ભાગ લેવા જે વિદ્યાર્થીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરેલ હશે, એમને જ ઓનલાઈન પ્રવેશ આપવામાં આવશે, જેની જાણ ઇ મેઈલ દ્વારા કરવામાં આવશે.

વેબિનારમાં ભાગ લેવા માટેના રજીસ્ટ્રેશન માટેની લિન્ક https://forms.gle/p3Z1nLZAn4CLg94f6 છે. આ વેબિનાર માં વિદ્યાર્થીઓને વિવિધ ઈજનેરી વિદ્યાશાખાઓમાં પ્રવેશ તેમજ કારકિર્દી વિષયક માહિતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...