તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પર્યાવરણ અને વન સુરક્ષાના હેતુથી કાલે પ્રકૃતિ વંદન કાર્યક્રમ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર દેશમાં એક કરોડ પરિવારો જોડાશે
  • હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા રવિવારે સવારે કાર્યક્રમ

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ અને વન સુરક્ષા હેતુ તા. 30 ઓગસ્ટ રવિવારના દિવસે સવારે 10 થી 11 પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી એક સાથે એક સમયે આશરે એક કરોડ પરિવાર પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં જોડવાના લક્ષ્યાંક સાથે સૌ સાથે મળી પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકૃતિ વંદન નો ભાવનગર વિભાગનો મુખ્ય કાર્યક્રમ બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે.

આ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં વૃક્ષ કે છોડનું પુજન કરવામાં આવે ત્યારે 1 મિનિટનો વિડીયો અને ફોટા નક્કી કરેલ લીંક ઉપર અપલોડ કરવાનાં રહેશે.HSSF અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી છે. વૃક્ષ અને છોડ, જળ અને ભૂમિના સંરક્ષણ માટે શ્રધ્ધા અને આદરને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રતીકાત્મક કાર્યક્રમ છે.

સમાજને પ્રાકૃતિક મૂલ્યો અને જીવ સૃષ્ટિના સંરક્ષણ પ્રત્યે દિશા આપવા માટેનો આ કાર્યક્રમ છે. પર્યાવરણ અને વન પ્રત્યે શ્રદ્ધાના સંસ્કાર આપવા માટે વૃક્ષો અને છોડને પ્રતીક રૂપ મનાયા છે. વંદનનો કાર્યક્રમ પોતાના ઘરે પરિવાર સાથે કોઈ પણ વૃક્ષ કુંડામાં ઉછરેલા તુલસી, છોડ પાસે કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...