દિન વિશેષ:કાલે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22મી ડિસેમ્બરથી દિવસની અવધિ ધીમે ધીમે વધતી જશે
  • ભાવનગરમાં​​​​​​​ મંગળવારે રાત્રીના સમયગાળો 13 કલાક અને 12 મિનિટ સુધીનો રહેશે જ્યારે 21મીએ દિવસ માત્ર 10 કલાક 48 મિનિટનો રહેશે

તા.21 ડિસેમ્બરને મંગળવારનો દિવસ અનેક ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ બની રહેશે. 21 ડિસેમ્બરે ભાવનગરમાં 13 કલાક અને 12 મિનિટની સમયઅવધિની વર્ષની સૌથી લાંબી રાત રહેશે. સોમવારે જ સૂર્યની ઉત્તર દિશામાં ગતિનો આરંભ થશે. જ્યારે 22મીથી દિવસની અવધિ ધીમે ધીમે વધતી જશે. તા.21 ડિસેમ્બરને સોમવારનો દિવસ ઋતુ અને દિવસ-રાતની અવધિની દ્રષ્ટિએ ખાસ વિશેષતા ધરાવે છે. સાયન પદ્ધતિ પ્રમાણે સોમવારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. સૂર્યની પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ શરૂ થશે. જેને સાયન પદ્ધતિ પ્રમાણે આપણે ઉત્તરાયણ કહીએ છીએ. જો કે નિરયન પદ્ધતિ મુજબ 14મી જાન્યુઆરીએ પતંગપર્વ ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ.

સૌથી અગત્યની વાત એ છે કે 21 ડિસેમ્બરને મંગળવારે સાંજે 6.03 કલાકે સૂર્યાસ્ત થયા બાદ બીજા દિવસે 7.15ના રોજ સૂર્યોદય થવાનો છે. આથી 21મીએ 13 કલાક અને 12 મિનિટ લાંબી વર્ષની સૌથી મોટી રાત હશે. 21 ડિસેમ્બર બાદ દિવસની અવધિ ધીમે-ધીમે વધતી જશે અને આગામી તા.21મી જૂને દિવસની અવધિ સૌથી મોટી હશે. જો કે આ ઘટના પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં બનશે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં 21મીએ વર્ષનો સૌથી મોટો દિવસ અને ટૂંકામાં ટૂંકા સમયઅવધિની રાત બની રહેશે.

પૃથ્વીની આ 23.5 અંશે ઝૂકેલી ધરીને કારણે જ પૃથ્વી પર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રૂવ પ્રદેશોમાં 6-6 મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા પર ઉંચે અક્ષાંશે જે બારે માસ ઠંડી રહે છે ત્યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે.

ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુઓનું થાય છે સર્જન
પૃથ્વીની ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર છ મહિના દિવસ અને રાત થાય છે પૃથ્વીના ગોળા પર ઊંચા અક્ષાંશ એ જે બારેમાસ ઠંડી રહે છે ત્યાં બારેમાસ બરફ છવાયેલો રહે છે. આમ, મંગળવારે લોકો લાંબામાં લાંબી રાત્રીનો અનુભવ કરી બીજા દિવસથી રાત્રી ક્રમશઃ દરરોજ સેકન્ડની ગતિએ ટૂંકી અને દિવસ લાંબો થતો જશે.

અન્ય સમાચારો પણ છે...