તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર્ટન લાઇબ્રેરીનો સ્થાપના દિવસ:આવતીકાલે ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઇબ્રેરીનો 138મો જન્મદિવસ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • 30 ડિસેમ્બર, 1882ના સ્થાપના થઈ હતી

ભાવનગરના અંગ્રેજ પોલીટીકલ એજન્ટ અને રાજવી પરિવારના મિત્ર ' બાર્ટન 'ના નામથી બાર્ટન લાઈબ્રેરીની શરૂઆત 30 ડિસેમ્બર.1882ના રોજ થઈ હતી. તા.30ના આ લાઈબ્રેરી પોતાનો 138મો બર્થ ડે ઉજવશે. ગુજરાત રાજ્ય સરકારનો મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ શ્રેષ્ઠ ગ્રંથાલય અને શ્રેષ્ઠ ગ્રંથપાલ માટે બાર્ટન લાઈબ્રેરીને પ્રથમ વખત ઈ.સ 1977માં મળ્યો હતો.

ભાવનગરની આ લાઈબ્રેરીનો ઉપયોગ મહાત્મા ગાંધીજીએ પણ કરેલો છે. વચ્ચે ખરાબ સમયમાં લાઈબ્રેરીમાં કર્મચારીને પગાર નહોતા આપી શકતા, એ લાઈબ્રેરી આજે આધુનિકતાથી સુસજ્જ છે.75000 ઉપરાંત પુસ્તકો,અમૂલ્ય હસ્તપ્રતો,બ્રિટીશ ગેઝેટો અને સફળ સંચાલન આજે થઇ રહ્યું છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોથી લાઇબ્રેરી
"ગુજરાતમાં પહેલી લાઈબ્રેરીની સ્થાપના અમદાવાદમાં 1849માં, બીજી સુરતમાં 1852માં, ત્રીજી ભરૂચમાં 1858માં અને ચોથી ભાવનગરમાં 1882માં ' બાર્ટન લાઈબ્રેરી ' ના નામથી 30 ડિસે.ના રોજ થઈ હતી.આજે તો આ લાઈબ્રેરીમાં વર્ષમાં એક,બે વખત નહિ પણ વારંવાર પુસ્તકો ખરીદવામાં આવે છે.વાચકોની માંગ પ્રમાણે વાચકોએ સુચવેલા પુસ્તકો ખરીદાય છે. વળી એક કબાટ એવો અનામત છે કે, જેમાં લોકોએ ડોનેશન રૂપે આપેલ પુસ્તકો મુકાય છે.અને જેને જે પુસ્તક જોઈએ તે પુસ્તકો લઇ શકે છે. પોતે હમેશ માટે ઘરે પણ રાખી શકે છે.આ ઉપરાંત એક વ્યવસ્થા અદભૂત છે કે, કોઈ વાચકને કોઈ પણ ભાષાનું પુસ્તક વાચવા જોઈતું હોય અને એ પુસ્તક આ લાઈબ્રેરીમાં ન હોય અને બજારમાં ઉપલબ્ધ હોય તો એ પુસ્તક ફક્ત એક જ વાચક માટે પણ ખરીદવામાં આવે છે. > હકીમ રંગવાલા, ઇતિહાસગ્ન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો