તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કાલે બપોરે થોડી પળો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે...!

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં આ વર્ષે બીજી વખત આ ઘટના માણી શકાશે
  • મંગળવારે બપોર 12.47 કલાકે ખગોળીય ઘટના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સવારે વેબિનારનું આયોજન

અવકાશમાં એવી એવી ખગોળીય ઘટના જોવા મળે છે જેને આપણે મન ભરીને માણીએ છીએ. આવી જ એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે જેને ‘ઝીરો શેડો ડે’ કહેવાય છે. જેમાં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. ભાવનગરમાં આ ઘટના આ વર્ષે બીજી વખત 13 જુલાઇને મંગળવારે બપોરે 12.47 કલાકે માણી શકાશે. હાલની પરિસ્થિતિમાં ઘરે રહીને પણ લોકો આ અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા તા. 13 જુલાઇને મંગળવારના રોજ સવારે 10:30 કલાકે વેબિનારનું આયોજન થનાર છે.

લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદભાઈ જોષી દ્વારા પડછાયો ગાયબ થવાની વિશેષ ઘટના સાથે જોડાયેલ વૈજ્ઞાનિક તથ્યો પર વિશેષ માહિતી આપવામાં આવશે. YouTube ચેનલ krcscbhavnagar પર લાઇવ કરવામાં આવશે. ઉપરાંત આપનો ગાયબ થતો પડછાયાનો વિડીયો બનાવી 8866570111 પર શેર કરો. જે અમે આપના નામ સાથે અમારા સોશિયલ મીડિયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર શેર કરો. રસ ધરાવતા વ્યક્તિઓએ લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરની વેબસાઈટ www.krcscbhavnagar.org પર તા. 13 જુલાઇ બપોરે ૧૨ કલાક સુધીમાં પોતાના નામની નોંધણી કરવાની રહેશે.

શા માટે ગાયબ થાય છે પડછાયો ?
સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન 23.5 ડિગ્રીની ધરી જોક સાથે પરિભ્રમણ કરે છે., તેથી જ આપણને ઋતુઓ અનુભવાય છે. આનો અર્થ એ પણ છે કે સૂર્ય, તેના ઉચ્ચતમ તબક્કે દક્ષિણ વિષુવવૃત્ત (ઉત્તરાયણ) ની દિશામાં, અને એક વર્ષમાં ફરી (દક્ષિણાયન) અમુક ચોક્કસ અંતરે +23.5(ઉત્તરાયન) અને -23.5(દક્ષિણાયન) ડિગ્રી અક્ષાંશ વચ્ચેના બે અયન બિંદુઓ એ સમપ્રકાશીય હોય છે. આથી વર્ષમાં બે વખત અમુક સેકન્ડ્સ માટે પડછાયો ગાયબ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...