ઉજવણી:PMના જન્મ દિને ‘ગરીબોની બેલી સરકાર’નો આજે કાર્યક્રમ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 1, તાલુકા કક્ષાએ 10 અને પાલિકા કક્ષાના 6 કાર્યક્રમ મળી કુલ 17 કાર્યક્રમ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આવતીકાલ તા.17/9ને શુક્રવારે સમગ્ર રાજ્યમાં મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં 400થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ પ્રજાહિત કલ્યાણલક્ષી યોજનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત મુખ્ય કાર્યક્રમ ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમમાં યોજાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ 10 અને નગરપાલિકા કક્ષાના 6 કાર્યક્રમ મળી કુલ 17 જનહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0,સ્વચ્છ ભારત મિશન, 100 ટકા વેકસીન થયેલ ગામના સરપંચોનું સન્માન સહિત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના અસરકારક અને સુચારૂ અમલ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...