ઉત્સવ:આજે વાસંતી રંગ પર્વ ધૂળેટીની થશે ઉજવણી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધૂળેટીના તહેવારમાં કેમિકલ મિશ્રિત કૃત્રિમ રંગોથી દૂર રહેવું
  • ઉંધિયું, શીખંડ અને મઠ્ઠો ઉપરાત સમોસા, ખાંડવી, ઢોકળા વિ.ની આજે જ્યાફત માણશે

ભાવનગર શહેર સહિ‌ત સમગ્ર ગોહિ‌લવાડની પ્રજાએ હોલિકા દહન પરંપરાગત રીતે કર્યા બાદ તા.8 માર્ચને બુધવારે રંગપર્વ ધૂળેટીની ઉજવણી માટે ગની રહ્યાં છે. આ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ સોમવારે હોલિકા દહન કરાયું હતું અને આજે ધોકો હતો જોકે કેટલાકે આજે પણ હોળી બનાવી હતી. સોમવારે હોળીના પર્વે સાંજે શુભ મુહૂર્તમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 'હોળી માત કી જય’ના ગગનભેદી નારા સાથે આસૂરી તત્વો પર દૈવી શકિતના વિજયના પર્વ હોલિકા દહનની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી.

આ વખતે બે દિવસ હોળીની ઉજવણી કરવામાં આવી જેમાં મોટાભાગના એ ગઈકાલ સોમવારે હોળી હોવી જોઈએ જ્યારે કેટલાકે આજે મંગળવારે હોળી ઉજવી હતી. શહેરના પાનવાડી, વડવા, હાઈર્કોટ રોડ, હલુરીયા, ડાયમંડ ચોક, ક્રેસન્ટ, ઘોઘાસર્કલ, રૂપાણી, સુભાષનગર, સરદારનગર, ભરતનગર, કાળીયાબીડ, સંસ્કાર મંડળ, સાગવાડી, વિદ્યાનગર, કાળુભા રોડ, શાસ્ત્રીનગર, નિર્મળનગર, ગઢેચી-વડલા, ચિત્રા, ઘોઘા તળાજા રોડ સહિ‌તના વિસ્તારોમાં નાની-મોટી હોળીનું દહન કરાયું હતું. પરિણીતા બહેનોએ હોળી ફરતે ફેરા ફરી આશીર્વાદ લીધા હતા અને આખો દિવસ 'હોળી ભૂખ્યા’ રહ્યાં હતા.

નાના છોકરાને હોળીની પ્રદક્ષિણા કરાવી આર્શીવાદ લીધા હતા. નાળીયેર સાકરની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ બુધવારે ધૂળેટીની રંગપર્વની ઉજવણી કરાશે. ધૂળેટીના પર્વે નાના-મોટા સૌ કોઈ અબિલ-ગુલાલ અને કેસુડાના રંગે રમશે.

જોકે કેમિકલ મિશ્રિત કૃત્રિમ રંગોથી દૂર રહેવાની સ્કિન સ્પેશ્યિાલીસ્ટ તબીબોએ ખાસ સલાહ આપી છે. કારણ કે હલકી અને કેમિકલવાળા રંગોથી ત્વચા અને આંખોને ઘણીવાર નુકસાન થતું હોય છે. ધૂળેટીના પર્વે રંગો ઉપરાંત ઉંધિયું, શીખંડ અને મઠ્ઠો ઉપરાંત સમોસા, ખાંડવી, ઢોકળા વિ. ની સારી ખપત રહેશે.

આજે ધ્યાન રાખવા જેવી ખાસ બાબત
- ધૂળેટી રમી તરત જ સ્નાન કરી લેવું જોઈએ માથામાં તેલ નાખી હોળી ન રમવું, માથું કોરૂં રાખવું -હોળી રમ્યા પછી ફેશિયલ, કોસ્મેટિક પ્રોસીજર ન કરવી જોઈએ. -3-4 દિવસ તડકાથી બચવું જોઈએ -પરફ્યુમ કે સ્ટ્રોંગ સાબુ ન વાપરવા -ગ્લિસરિન બેઈઝ સાબુ વાપરવાનું રાખવું -કપડાં કોટન બેઈઝ શક્ય તેટલા લૂઝ પહેરવા જોઈએ તથા લાંબી બાંયનો શર્ટ પહેરવા -ચહેરા પર મોઈસ્ચ્યુરાઈઝર લગાડવું -વાળને નેચરલ શેમ્પુથી સાફ કરવા -સનસ્ક્રીન લોશન લગાડી નીકળવું જોઈએ - સિન્થેટીક, ઝેરી કેમિકલયુક્ત કલર વાપરવાથી એલર્જી થાય છે -સિન્થેટિક કલરમાં ફૂડ ગ્રેડના કે નિર્દોષ કલર વપરાતો ન હોવાથી તે ખૂબ જ નુકસાનકારક બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...