તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્યમ:આજે બ્રહ્મભોજનથી 80 હજાર બ્રાહ્મણને જમાડ્યાનું પુણ્યફળ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિષ્ણુ સહસ્ત્રના પાઠ -ગૌસેવાનું અનેરું મહત્વ ઠાકોરજીની પંચામૃતથી પૂજા કરવાનું મહાત્યમ

સોમવારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉદિત તિથી જેઠ વદ 11 સોમવાર હોવાથી તે યોગીની એકાદશી (સાકર)તરીકે શ્રદ્ધા- ભક્તિ પૂર્વક મનાવવામાં આવશે. એકાદશી વ્રત નું વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ જ્યોતિષશાસ્ત્રમાં અનેરૂ આલેખાયું છે. આવા શુભ દિવસે બ્રહ્મ ભોજન કરાવવાથી 80000 બ્રાહ્મણને ભોજન કરાવવા પુણ્ય ફળ મળે છે.દેવી ભાગવત અનુસાર ચામડીના દર્દો ના નિવારણ માટે તેમજ ભવિષ્યમાં ચામડીને લગતી કોઈ તકલીફ ન થાય તે હેતુ માટે આ એકાદશી વ્રત કરવામાં આવે છે.

જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર એકાદશી નું વ્રત વિધિવત કરવા માટે આગલા દિવસે સાંજથી ઉપવાસ કરવાનો હોય છે.આવા શુભ દિવસે વ્રત કરવાથી પાપો માંથી મુક્તિ મળે છે.શાસ્ત્રો અનુસાર કદાપિ એકાદશીના દિવસે અન્ન ન ખાવું,વામકૃક્ષી ન કરવી,અસત્ય વચન ન બોલવું કે કોઈનું દિલ દુભાય તેવી વાણી ઉચ્ચારણ,વર્તન કરવું નહીં. વહેલી સવારે સ્નાઆદિથી પરવારી ઠાકોરજી ને પંચામૃત થી સ્નાન કરાવી,નવા વાઘા પહેરાવી દૂધ,સાકર મીશ્રીત નો ભોગ અર્પણ કરવો જોઈએ તથા એકાદશીના વ્રતની કથા અવશ્ય વાંચવી જોઈએ. બિમાર વ્યક્તિ,અશક્ત વ્યક્તિ કે નાના બાળકો આ વ્રત ન કરી શકે તો તેમાં કોઈ જ દોષ લાગતો નથી.

અન્ય સમાચારો પણ છે...