સ્મૃતિઅંજલિ:પ્રતાપભાઇ શાહની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાકીય કાર્યો કરાશે

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર બ્લડ બેન્ક દ્વારા રક્તાંજલિ શિબિર યોજાશે
  • સૌરાષ્ટ્ર સમાચાર, પ્રતાપભાઇ શાહ ચેરિ.ટ્રસ્ટ તથા રેડક્રોસ સોસાયટી દ્વારા દીપક હોલ ખાતે રોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાશે

ગત 6 મે,2021નો દિવસ ભાવનગરના માત્ર અખબારી આલમ માટે જ નહીં પણ સમસ્ત ભાવનગરના હિતચિંતકો માટે ગોઝારો બની રહ્યો હતો અને ભાવનગરે આ દિવસે સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી અને ભાવનગરના સમાજજીવનના ઘડવૈયા તેમજ રાજકીય, સામાજિક, સેવાકીય, ઔદ્યોગિક સહિતના અનેકવિધ પક્ષે છેક આઝાદી કાળથી ચાવીરૂપ ભૂમિકા ભજવી રહેલા મોભી પ્રતાપભાઇ શાહ (કાકા)ને ગુમાવ્યા હતા. હવે આવતી કાલે તા.6 મેને શુક્રવારે પ્રતાપભાઇ શાહની વિદાઇને એક વર્ષ પૂર્ણ થવાનું છે ત્યારે શહેરમાં વિવિધ સેવાકીય, સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની ઉજવણી થવાની છે.

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર, પ્રતાપભાઇ તારાચંદભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તા.6ને શુક્રવારે સવારના 9.30થી 1 વાગ્યા દરમિયાન દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે ડાયાબીટીસ, હ્રદયરોય તથા આંખોના રોગનો નિદાન અને સારવાર કેમ્પ વિનામૂલ્યે યોજાશે. જેમાં રોગ નિષ્ણાત ડો.શૈલેષભાઇ ત્રિવેદી (કાર્ડિયોલોજીસ્ટ) તથા ડો.આશેષ એચ.મહેતા (આઇ સર્જન) દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.

દર્દીને જરૂર જણાયે ડાયાબીટીસની રિપોર્ટ, ઇસીજી તેમજ દવાઓ તેમજ બેતાળા તથા 3 નંબરના ચશ્મા અને દર્દીનો કાર્ડિયોગ્રામ રિપોર્ટ પણ વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. આ દિવસે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રતાપભાઇ શાહની પુણ્યતિથિ નિમિત્તે તા.6 મેને ગુરૂવારે ભાવનગર બ્લડ બેન્ક, સરદારનગર દ્વારા સવારના 9થી સાંજના 7 વાગ્યા સુધી રક્તાજલિ સાથે પ્રતાપભાઇ શાહને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો છે.

અન્ય સમાચારો પણ છે...