ભાવનગર કોર્પોરેશનનો આવતીકાલ વેલેન્ટાઇન ડેના દિવસે 14મી ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. આવતીકાલ સોમવારે ભાવનગર કોર્પોરેશનને 40 વર્ષ પુરા થશે. આજ સુધીમાં 40 વર્ષમાં ભાવનગર કોર્પોરેશનમાં 21 મેયર અને 10 વહીવટદાર શાસન કરી ચુક્યા છે. ભાવનગર કોર્પોરેશનને સત્તામાં રાજકીય અને વિકાસના અનેક ચઢાવ ઉતરાવ જોયા છે. ભાવનગર કોર્પોરેશનને આવતીકાલ તા. 14મી ફેબ્રુઆરીના રોજ 40 વર્ષ પૂર્ણ થાય છે. 14મી ફેબ્રુઆરી 1982ના રોજ ભાવનગર કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. અને ભાવનગર કોર્પોરેશનના 14મી ફેબ્રુઆરી 1982ના રોજ પ્રથમ મેયર તરીકે રમણીકભાઈ પંડ્યાએ કાર્યભાર સંભાળ્યો હતો.
40 વર્ષ દરમિયાન મેયર અને વહિવટદાર મળી કુલ 31 શાસન પર રહ્યા હતાં. અને પ્રથમ કમિશનર તરીકે જે.એમ.જોશી કામગીરી સંભાળી હતી. અત્યાર સુધીમાં ત્રણ ઈન્ચાર્જ સાથે 32 કમિશનર પદે રહ્યા છે. મેયરમાં બે વખત મેયર તરીકે રમણીકભાઈ પંડ્યા રહી ચુક્યા છે. આ 40 વર્ષ દરમિયાન મેયરપદે સૌથી ઓછો સમયગાળો અરૂણ મહેતા અને પી.સી.બારૈયા રહ્યા છે. ચાલીસ વર્ષ દરમિયાન ભાવનગરનો વિસ્તાર વધ્યો છે. વિકાસમાં મહતમ રોડ, પાણી ડ્રેનેજના નેટવર્ક, લાઇટ સહિતનો વિકાસ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.