તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ વિશેષ:આજે સાતમથી ત્રિ-દિવસીય પર્વની ઉજવણીનો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સાતમના દિવસે ઘરે ચુલા જગાવ્યા વગર રાંધણ છઠે રાંધેલો ટાઢો ખોરાક ખાવાની પરંપરા

આજે રાંધણ છઠ્ઠની ઉજવણી કર્યા બાદ હવે બોળચોથથી શરૂ થયેલા પર્વના મુખ્ય ત્રિદિવસીય પર્વ સાતમ-આઠમ-નોમની ઉજવણીનો આવતી કાલ તા.29 ઓગસ્ટને રવિવારથી આરંભ થશે. જો કે કોરોનાને લીધે આ વર્ષે ભાવનગરમાં જુદા જુદા સ્થળોએ મેળાની રોનક વગર આ પર્વની ઉજવણી કરવામાં આવશે. જો કે જન્માષ્ટમીની રાત્રે સરકારે 1 વાગ્યા સુધી કર્ફ્યુમાં મુક્તિ આપી હોય રાત્રે જન્મોત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે.

આજે ઉદિત તિથિ છઠ્ઠ હોવાથી ‘રાંધણ છઠ્ઠ’ મનાવવામાં આવશે. આજે ઘરે મહિલાઓ દ્વારા સાતમના ટાઢા ભોજન માટે થેપલા, સૂકી ભાજી, વડા, પડલા, રાયતુ, ગાંઠિયા, ફાફડા, પુરી, પતરવેલિયા, દૂધપાક જેવી વાનગીઓ બનાવી મોડી રાત્રે ચૂલાને ઠંડા પાણીથી ધોઈને શાંત કરવામાં આવે છે. વળી બજારમાં પણ આજે શહેરમાં ફરસાણ અને મિઠાઇવાળાને ત્યાં સવારથી રાત સુધી સારી ઘરાકી જોવા મળી હતી. આવતી કાલ તા.29 ઓગસ્ટને રવિવારે શીતળા સાતમ મનાવાશે. આ દિવસે શીતળા માતાની ચુંદડી, અબીલ, ગુલાલ, નાગરવેલનું પાન સહિતની સામગ્રીથી પૂજા કરવામાં આવે છે.

જો કે આ વર્ષે શહેરના ઘોઘા રોડ પર ભરાતો મેળો રદ કરવામાં આવ્યો છે. આથી ઘોઘા રોડ પર મેળાની રોનક જોવા મળશે નહી. તા.30 ઓગસ્ટને સોમવારે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ''જન્માષ્ટમી’ની ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી થશે રાત્રે 12ના ટકોરે મંદિરો, હવેલી "માં ''''નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી’’ના નાદ સાથે જન્મની વધામણી થશે. ઠેર-ઠેર મટકી ફોડ સહિ‌તનાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

શહેરમાં રૂવાપરી માતાજીએ ભરાતો લોકમેળો આ વર્ષે કોરોનાની ગાઇડલાઇઇનને અનુલક્ષીને ભરાશે નહી. કોરોનાના કારણે આ દિવસે સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં લોકમેળાની રંગત કોરોનાને લીધે જોવા મળશે નહી. આઠમની બાદના દિવસે તા.31 ઓગસ્ટને મંગળવારે ''નંદ ઉત્સવ’ની ઉજવણી થશે. જેને ''પારણા નોમ’ પણ કહેવાય છે.

શીતળાના વાયરસને નાથનારા ડો. એડવર્ડ જેનરને આજે સલામીનો દિવસ
શીતળા સાતમની ઘણી બધી જૂની માન્યતાઓ સંબંધે કશું કહેવું નથી. આજે જેમ કોરોનાના વાયરસનો કહેર વિશ્વભરમાં આતંક મચાવી રહ્યો છે તેમ 18મી સદીમાં જગત ભરમાં વ્યાપ્ત શિતળાના રોગના ઉપચાર તરીકે ઈંગ્લેન્ડના ડો. એડવર્ડ જેનરે વેક્સીનની શોધ કરી. 18મી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ 6 કરોડ લોકોને આ મહામારીએ ભોગ બનાવ્યા હતા.

આ મહાન ડોકટરે સમાજની બહુ મોટી સેવા કરીને લાખો બાળકો જે વેરીયોલા વાઈરસને કારણે શિતળાના રોગથી મૃત્યુના મુખમાં હોમાઈ જતાં હતા તેમને બચાવી લીધા. આ મહત્વની શોધ માટે બ્રિટિશ સરકારે તેમને નાઇટ હૂડનો ખિતાબ આપી સન્માનિત કર્યા હતા. ઇ.સ.1986થી તમામ દેશો આ રોગથી મુકત થતા આ રસીકરણ પણ બંધ કરવામાં આવ્યું છે. સાતમના દિવસે આ મહાન ડોકટરને યાદ કરી વંદન કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...