આજે અખાત્રીજ:શુભ કાર્યો કરવા માટે વણપૂછ્યું મુહૂર્ત, સોના-ચાંદી અને વાહનોની ખરીદી માટે આજે મંગલ દિવસ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરંપરા| લગ્ન, ગૃહપ્રવેશ, જનોઈ સંસ્કાર સહિતના શુભ કાર્ય કરવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ ગણાય છે

આવતી કાલ તા.2 મેને મંગળવારે અખાત્રીજનું પર્વ ઉજવાશે. આ પર્વે ભાવનગરનો સ્થાપના દિવસ તો છે જ સાથે અખાત્રીજને કોઇ પણ પ્રકારના શુભ કાર્ય કરવા માટે તે વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્ય કરી શકાય છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. લગ્ન, ગૃહપ્રવેશ, જનોઈ સંસ્કાર સહિત કોઈપણ શુભ કાર્ય કરવા માટે અક્ષય તૃતીયાને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્યો કરી શકાય છે.

અક્ષય તૃતીયાનો દિવસ શુભ કાર્ય કરવા માટે ખૂબ જ સારો છે. આ ઉપરાંત આ દિવસે કિંમતી વસ્તુઓ જેવી કે નવા કપડાં, ઘરેણાં, ઘર-ગાડી વગેરેની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

અક્ષય તૃતીયાનો દિવસ અબુજા મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે. આ દિવસે લગ્નની સાથે કપડા, આભૂષણો, મકાનો અને વાહનો વગેરેની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. આ સાથે આ દિવસે ધાર્મિક કાર્યોને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી સુખ અને ધનની વૃદ્ધિ થાય છે.તૃતીયા તિથિ 3 મે 2022ના રોજ સવારે 5.19 વાગ્યાથી શરૂ થઈને 4મી મેના રોજ સવારે 7.33 વાગ્યા સુધી રહેશે. આમ કોરોના કાળ બાદ બે વર્ષના અંતર પછી કાલે અખાત્રીજની ધામધૂમથી ઉજવણી થશે.

અખાત્રીજનું મહાત્મ્ય

  • આ દિવસને પરશુરામ જયંતી તરીકે પણ ઉજવાય છે.
  • આ દિવસે ભગીરથની તપસ્યાથી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા
  • પિતૃઓની શાંતિ માટે અક્ષય તૃતીયાને બહુ વિશેષ માનવામાં આવે છે.
  • શિવ-પાર્વતી અને નર નારાયણની પૂજા કરવામાં આવે છે.
  • ત્રેતા યુગનો આરંભ અક્ષય તૃતીયાએ જ થયો હતો.
  • અક્ષય તૃતીયાએ જ સુદામાને ભગવાન શ્રીકૃષ્ણે ચોખા આપ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...