તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રધાનમંત્રી આવાસ યોજના:આવાસ યોજના ફોર્મ પરત કરવાનો આજે છેલ્લો દિવસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદત વધારાની કોઈ શક્યતા રહી નહી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજીપત્રક સ્વિકારવાની આવતીકાલ તા. 25 મી અંતિમ તારીખ છે. પરંતુ લોકોની માનસિકતા મુજબ અંતિમ દિવસોમાં જ ભારે ધસારો જામ્યો હતો. કુલ 8555 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જે પૈકી આજ સુધીમાં 2502 અરજદારોએ ફોર્મ ભરી પરત કર્યા છે.

ભાવનગર કોર્પોરેશન દ્વારા વધુ બાંધકામ અને સુવિધા સાથે 2 BHK ની આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડવામાં આવી છે. સરકાર દ્વારા 3 લાખ રૂપિયાની સહાય અને લાભાર્થીઓનો રૂ. 5.50 લાખનો ફાળો આપવાનો રહેશે. શહેરના સિદસર રોડ પર ફાઈનલ પ્લોટ નં. 56,60 અને 68 માં 1252 આવાસની યોજના માટે વાઘાવાડી રોડ પર કોટક મહિન્દ્રા બેન્કમાંથી અરજી પત્રક સ્વીકારવાનું કાર્ય શરૂ છે. પ્રથમ દિવસે એક જ દિવસમાં 1070 ફોર્મ વિતરણ થયાં હતા. અરજી પત્રક મેળવવા ભારે ધસારો રહેતા કોર્પોરેશન દ્વારા અરજીપત્રક માટે મોતીબાગ ઓપનએર થિયેટર ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો