તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશિષ્ટ શિવપૂજા:આજે સોમવતી અમાસનું પર્વ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે વિશિષ્ટ શિવપૂજા કરવાથી મળશે આખો શ્રાવણ માસ પૂજા કર્યાનું પુણ્ય

આવતી કાલ તા.6 સપ્ટેમ્બરના રોજ શ્રાવણના અંતિમ સોમવાર સાથે અમાસ હોય શ્રાવણનો સોમવાર અને સાથે સોમવતી અમાસનો ભાગ્યે જ સર્જાતો સંયોગ આવ્યો છે. આ શુભ દિવસે બારે રાશિના જાતકો પોતાની જાતિ મુજબ શિવપૂજા કરશે તો આખા શ્રાવણ માસની શિવપૂજાનું ફળ મળશે.

મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ રતાંજળસયુક્ત શુદ્ધ જળથી રૂદ્રષ્ટકનો પાઠ કરતા કરતા શિવલિંગ ઉપર અભિષકે કરવો અને લાલ મીઠાઇ અથવા લાલ ફળોનો પ્રસાદ ધરવો. વૃષભ અને તુલા રાશિના જાતકોએ શુદ્ધ જળમાં ગંગાજળ, યમુના જળ અથવા તો કોઇ પવિત્ર નદીનું જળ મિશ્રણ કરીને તેમાં એક ચપટી ચોખા નાખીને ઓમ નમ: શિવાય પંચાક્ષરી મંત્ર બોલતા બોલતા શિવલિંગ ઉપર અભિષેક કરવો અને સફેદ બરફી અથવા કેળા પ્રસાદરુપે ધરવા તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે.

મિથુન અને કન્યા રાશિના જાતકોએ નારંગી અથવા શેરડીના રસથી ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત: જન્મ મૃત્યુજરાવ્યાધિ પીડતામ્ કર્મ બંધનાત્ મંત્ર બોલીને શિવલિંગ ઉપર અભિષેક કરવો અને લીલી મીઠાઇ (દૂધીની હલવો) તથા લીલા ફળ ધરાવવા. કર્ક અને સિંહ રાશિના જાતકોએ ગાયના દૂધમાં ખાંડેલી હળદર નાખી ઓમ્ શં શંકરાય નમ: મંત્ર બોલતા બોલતા શિવલિંગ ઉપર અભિષેક કરવો અને સાકરનો પ્રસાદ ધરવો. ધન અને મીન રાશિના જાતકોએ કેસરયુક્ત શુદ્ધ જળ અથવા દૂધથી ઓમ ત્રંબકમ્ યજામહે સુગંધીમ્ પુષ્ટિવર્ધનમ્ ઉર્વારિક મેવ બંધનાત્ મૃત્યુ મોક્ષિત મામ્રતાત્ મંત્ર બોલતા બોલતા શિવલિંગ ઉપર અભિષેક કરવો અને મોતીચૂરના લાડવાનો કે મોહનથાળનો પ્રસાદ ધરવો. મકર અને કુંભ રાશિના જાતકોએ ગાયના દૂધમાં મધનું મિશ્રણ કરીને રૂદ્રાભિષેક ઓમ્ નમો: ભવાય શર્વાય..નોપાઠ કરતા કરતા શિવલિંગ ઉપર અભિષેક કરવો અને કાજૂબદામનો પ્રસાદ ધરવો.

અન્ય સમાચારો પણ છે...