હવામાન:આજે સૂર્યના પ્રકોપમાં બાળપણને સાવ મુરઝાતુ જોયું પણ એક કાપડના કટકાના સહારે પાછું ખીલતું જોયું

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં સતત ત્રણ દિવસથી આસમાનમાંથી સૂર્યપ્રકોપ વરસી રહ્યો છે અને ગુરૂવારે તો તાપમાન 44.2 ડિગ્રીએ આંબી ગયું હતુ. શહેરમાં ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ઘરોમાં તો હવે એસી ચાલુ જ હોય ગરમીનો સામનો ઘરે રહીને ટાઢકમાં કરી શકાય છે. તેનાથી થોડા નીચે આવીયે તો ઘરોમાં એરકૂલર અને પંખા ફરતા હોય છે પણ પંખા ફરતા હોવા છતાં ઘરમાં લૂ ફૂંકાતી હોય રહેવું મુશ્કેલ બને તેવી આગ સૂરજ ઓકી રહ્યો છે ત્યારે આ લારી ફેરવીને રોજનું પેટિયુ રળતા શ્રમજીવી સાથે સવારથી આ સંતાન પણ નિકળે છે અને બપોર આખો ખુલ્લા તડકામાં સાથે લારીમાં માથા ઉપર છત અને પગમાં ચંપલ વગર ફરવાની મજબૂરી છે. ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે વાવાઝોડું આ આ બાળકને તો સાંજે ખાવું હોય તો આખો દિવસ તડકામાં ફરવું ફરજિયાત છે. આજે તો આ બાળકે પણ 44.2 ડિગ્રી ગરમી અને સાથે 34 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા માથા ઉપર ગોદડું ઓઢવાની ફરજ પડી હતી. આ જ શ્રમિકોના સંતાનની મહત્તમ મજબૂરી.

અન્ય સમાચારો પણ છે...