આજે કાળી ચૌદશ:પનોતી હોય તેના માટે આજે હનુમાનજી મહારાજ અને ઘંટાકર્ણ ભગવાનની સાધનાથી મળશે સર્વશ્રેષ્ઠ ફળ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દીપોત્સવીના પર્વની ઉજવણીમાં તા.3 નવેમ્બરને બુધવારે કાળી ચૌદશના પર્વની ઉજવણી થશે. કાળી ચૌદશ, નરક ચતુર્દશી કે રૂપ ચૌદશના નામે ઓળખાતા આ પર્વમાં ઉપાસના, સાધના, હનુમંત પૂજન, યંત્રપૂજન ઉપરાંત મંત્ર-તંત્રની આરાધના તેમજ રાત્રે અઘોર પંથીઓને સાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. બુધવારે સવારે 9.05 સુધી ધન તેરસ છે અને બાદમાં કાળી ચૌદશના પર્વની ઉજવણી કરવામાં આવશે. બુધવારે રાત્રે 9.30થી રાતના 11 તેમજ મધ્ય રાત્રે 11 વાગ્યાથી મોડી રાત 12.30 સુધી સાધના માટે શ્રેષ્ઠ સમય છે.

કાળી ચૌદશના પર્વે શનિદેવની પનોતી ચાલતી હોય એ રાશિવાળાઓએ હનુમાનજી મહારાજની અથવા ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના, ભક્તિ, પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે “મ હનુમંતાય નમ: અથવા શનિ મંત્રની ઉપાસના કરવી. યથાશક્તિ મંત્ર જાપ કરવા, જન્મકુંડળીમાં શનિ નર્બિ‌ળ થયો હોય એમણે હનુમાન ચાલીશાનાં પાઠ કરવા. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પૂજન, મશીન પૂજન અને વાહન પૂજન કરવાનો મહિ‌મા છે. લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે. બપોરથી રાત્રિ દરમિયાન ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે.

કાળી ચૌદશની રાત્રે કહેવાતા ભૂવા-તાંત્રિકો સ્મશાન ગૃહમાં વિવિધ પ્રકારની મેલી વિદ્યા “ કરશે તેમજ લીંબુ, ચપ્પુ, ત્રિશુળ, કંકુ, ચોખા, લાલ-કાળા-પીળા કપડા વિ. સાધન-સામગ્રી તૈયાર કરી જાત-જાતની વિધિ કરવામાં આવશે. આજે પણ સમાજમાં એક વર્ગ આ વિધિમાં માને છે.

અન્ય સમાચારો પણ છે...