પદયાત્રા:આજે કોંગ્રેસ યોજશે જન જાગરણ અભિયાન યાત્રા

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણી નજીક આવતા રાજકીય કાર્યક્રમોની પણ ભરમાળ શરૂ થઈ છે. ભાજપ દ્વારા વિકાસ કામોના ખાતમહૂર્ત, લોકાર્પણ અને લોકસંપર્ક દ્વારા લોકોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે જ્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાકિય પ્રશ્ને લોકો વચ્ચે જવા જન જાગરણ અભિયાન હાથ ધરાયું છે. આવતીકાલ તા. 24ના રોજ કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન પદયાત્રા યોજાશે.

કોંગ્રેસ છેલ્લા ઘણાં સમયથી સુષુપ્ત અવસ્થામાં રહ્યા બાદ પુનઃ મેદાનમાં આવી હોય તેમ મોંઘવારી, ખેડૂત વિરોધી બીલ અને કોવિડમાં સરકારની બેજવાબદારીને કારણે મૃત્યુ પામેલા લોકોના પ્રશ્ને લોકોને વાકેફ કરવા જન જાગરણ અભિયાનનું આયોજન કર્યું છે. પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસના ભાવ સતત વધતા જાય છે. જેને કારણે મોંઘવારી પણ વધતી જાય છે. તેમજ કોરોનાકાળમાં સરકારની અણઆવડતને કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ખેડૂત વિરોધી બીલને કારણે અનેક ખેડૂતોના પણ મૃત્યુ થયા છે. જે તમામ મુદ્દા લઈ કોંગ્રેસ ઘર ઘર સુધી જશે. આવતીકાલ તા. 25ના રોજ સાંજે 4 કલાકે જશોનાથ સર્કલ થી ખારગેટ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનની હાજરીમાં શહેર કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન પદયાત્રા કાઢવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...