મુલાકાત:આજે CM ભૂપેન્દ્રભાઇ પટેલ શહેરની એક દિવસીય મુલાકાતે

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થામાં મુખ્યમંત્રીની સાકર તુલા કરાશે
  • સરદાર પટેલ એજ્યુ​​​​​​​. ઇન્સ્ટિ. ખાતે પ્રેરણા પર્વમાં ઉપસ્થિત : સાંજે ભાજપનું સ્નેહ મિલન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલ તા.18 નવેમ્બરને ગુરૂવારે ભાવનગરની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે.

સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુરૂવારે સાંજે 4.30 કલાકે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ મેળવનારા તારલાઓને પુરસ્કૃત કરવાનો અભિવાદન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સંસ્થામાં યોજાશે. જેમાં મુખ્યમંત્રીનું સાકર તુલાથી સન્માન કરવામાં આવશે. જ્યારે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનું જ્ઞાનતુલાથી સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રી આર.સી.મકવાણા, પરશોત્તમભાઇ સોલંકી, કેશુભાઇ નાકરાણી, વિભાવરીરહેન દવે, આત્મારામભાઇ પરમાર અને કનુભાઇ બારૈયા ઉપસ્થિત રહેશે.

ગુરૂવારે સાંજે 6 કલાકે ભાવનગર શહેર ભાજપ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પાર્ટી પ્લોટ, બેસીલ પાર્કની બાજુમાં , વિક્ટોરીયા પાર્ક રોડ પર ઉપસ્થિત રહેશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબહેન શીયાળ, પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણા, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...