જાહેરાત:આજે ચિત્રામાં સવારથી બપોર સુધી 7 કલાક વીજ કાપ રહેશે

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ
  • ફુલસર​​​​​​​ ફીડર હેઠળના વિસ્તારમાં ગુરૂવારે 7 કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો

પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર શહેર વિભાગ-2 ના ચિત્રા ફિલ્ટર અને ફુલસર ફીડર હેઠળના વિવિધ વિસ્તારોમાં અનુક્રમે બુધવાર અને ગુરુવારે સવારથી બપોર સુધી સાત કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.

તારીખ 5 જાન્યુઆરી ને બુધવારે 11 કેવી ચિત્રા ફીડર હેઠળના વરતેજ પોલ ફેક્ટરી, નાની ખોડીયાર મંદિર, પંચનાથ નગર, હુસેની ચોક વિસ્તાર, પીરભાઈ ઘંટી વિસ્તાર, ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તારીખ 6 જાન્યુઆરી ને ગુરુવારે ફુલસર ફીડર હેઠળના ખોડીયાર નગર, સવગુણનગર, ચંદ્રમણી, ગૌતમ બુદ્ધ નગર, સિદ્ધિવિનાયક સોસાયટી, નિરમા કોલોની સદગુરુ નગર, આદમજી નગર, ટાટા શોરૂમ, ઘનશ્યામ નગર, આશિષ નિલેશ સોસાયટી, પંચવટી સોસાયટી, સ્વપ્નસૃષ્ટિ, કૈલાશ નગર, ગૌતમ નગર, મારુતિ નંદન, કેસરીનંદન, સ્લમ બોર્ડ, મહાદેવ નગર ક્રાંતિ નગર ફુલસર ગામ તળ, સ્વપ્ન સાકાર, ભૂમિ કોમ્પ્લેક્સ, શિવ શક્તિ રેસીડેન્સી, આણંદજી પાર્ક, ચંદ્રમૌલી, મુખ્યમંત્રી આવાસ, ફુલસર તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...