આરોગ્ય કેમ્પ:આજે ભાજપ દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે આરોગ્ય કેમ્પ, વિનામૂલ્યે જૂદા જૂદા ટેસ્ટ કરી આપવામાં આવશે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવતી કાલ તા.15 મેને રવિવારે ઈન્ટરનેશનલ ફેમીલી ડે નિમિત્તે ભાવનગર શહેર ભાજપ મેડીકલ સેલ દ્વારા રેડીયોલોજીસ્ટ અને સ્ત્રીરોગનાં નિષ્ણાંત ડોકટરો અને ભાજપા મહિલા મોરચાનાં સહયોગથી સગર્ભા સ્ત્રીઓની નિશુલ્ક સોનોગ્રાફી, ફીટલ વેલનેસ અને મેચ્યોરીટીની જાણકારીનાં કેમ્પ યોજાશે.

શાસ્ત્રીનગર સર્કલ પાસે ડો. માયાબેન જોષી, વ્હાઇટરોઝ હોટલની બાજુમાં ડો. પુલકીત વિરાણી, વિઠ્ઠલવાડી પેટ્રોલપંપની સામે ડો. હિતેષ ચૌહાણ, બજરંગદાસ બાપા આરોગ્યધામ ખાતે ડો. વિજય ભારોડીયા, સામવેદ કોમ્પલેક્ષ જેલ રોડ ખાતે ડો. ચિરાગ નાયક, ડો.સૂનીલ સાસીયા, ડો. ગૌતમ ધનાણી, સર. ટી. હોસ્પિટલની સામે ડો. અંકિતા શુક્લ, કાળાનાળા સર્કલ પાસે ડો. ડી. જી. પટેલ, કાળુભારોડ માધવદિપની બાજુમાં ડો. જીતેન શેઠ, માધવદિપ ખાતે ડો. રવિ પટેલ, ડો. મનોજ પટેલ, સર્વોદય માધવદિપની સામે ડો. માણેક કૌર, વર્ધમાન કોમ્પલેક્ષ સૂચક હોસ્પિટલની બાજુમાં ડો. વિપુલ સરવૈયા, લીલાસર્કલ સદવિચાર ખાતે ડો. હિમાંશુ પનોત, ડો.વિભલ પરમાર, શિવાજી સર્કલ પરીવાર ખાતે ડો. મલય મકવાણા સેવા આપશે.

શહેરનાં પ્રત્યેક વોર્ડ દીઠ 35 પેશન્ટ સહિત રાજયમાં એક જ દિવસમાં સૌથી વધુ ચેકઅપનું નિઃશુલ્ક નિદાન થશે જે આ પ્રકારનાં ચેકઅપનો વર્લ્ડ રેકોર્ડ સર્જશે. આ કેમ્પમાં સગર્ભાઓને વિનામૂલ્યે જૂદા જૂદા ટેસ્ટ કરી આપવામાં આવશે તેમજ સોનોગ્રાફી પણ ફ્રીમાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...