પરીક્ષા:જિલ્લામાં આજે 8520 વિદ્યાર્થીઓ આપશે નેશનલ સ્કોલરશીપ પરીક્ષા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધો.8માં ભણતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • ભાવનગર​​​​​​​ જિલ્લાના 10 તાલુકામાં કુલ 36 કેન્દ્રમાં 324 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આવતી કાલ તા. 17 એપ્રિલને રવિવારે સવારે 11થી બપોરે 2 સુધી યોજાશે. આ પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકામાં 36 પરીક્ષા કેન્દ્ર ખાતેના 324 બ્લોક ખાતે કુલ 8520 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પરીક્ષામાં ઝોનલ ઓફિસર હિતેશભાઇ દવે રહેશે તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું હતુ. આ પરીક્ષામાં ભાવનગર તાલુકામાં સૌથી વધુ 7 બિલ્ડિંગ અને 64 બ્લોક છે જ્યારે ઉમરાળા તાલુકામાં માત્ર 1 બિલ્ડિંગ અને 14 બ્લોક છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (ગાંધીનગર) દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તા.17 એપ્રિલને રવિવારે રાજ્યભરમાં લેવામાં આવશે અને તે માટે આયોજન ઘડાઇ રહ્યું છે. આ પરીક્ષા 180 માર્કસની હોય છે. જેમાં 90 માર્કસનું માનસિક કસોટીનું પેપર અને બીજુ પેપર વિષય આધારિત હોય છે.

જેમાં 20 માર્કસ ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યાના 35 માર્કસ હોય છે.રાજ્યમાં નબળી સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી આ પરીક્ષા લેવાઈ છે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતુ઼.

અન્ય સમાચારો પણ છે...