6 ગાઉની યાત્રામાં ડ્રોનથી સતત ચાંપતી નજર રખાશે:આજે પાલિતાણાની યાત્રામાં સુરક્ષા માટે 507 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ગાઉની યાત્રામાં ડ્રોનથી સતત ચાંપતી નજર રખાશે , અલગ અલગ પાર્કિંગ ઝોન બનાવાયા

પવિત્ર તીર્થ નગરી પાલિતાણા ખાતે આવતીકાલે તા. 5 માર્ચના રોજ છ ગાઉની યાત્રા યોજાનાર હોય જેને લઇને દેશભરમાંથી જૈન યાત્રીકો યાત્રા કરવાના હોય જે યાત્રાના સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોબાઈલ સર્વેન્સની બે ટીમો બનાવાય યાત્રામાં ફેરી કરતા તમામ રીક્ષા ચાલકોને 1 થી 200 સુધીના યુનિક નંબર આપવામાં આવ્યા જેથી યાત્રિકોને તકલીફ ના પડે .

આ ઉપરાંત પોલીસ દ્વારા પાલિતાણા તળેટીથી આદપુર સુધી સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા જેમાં નો પાર્કિંગ, અહી પાર્કિંગ કરવું, યુટર્ન ન મારવો, વન વે રોડ સહિત સૂચનો દર્શાવતા 40 બોર્ડ લગાવવામાં આવ્યા સાથો સાથ શેત્રુંજી પર્વત તેમજ છ ગાઉ પર્વત સુધી યાત્રામાં સતત ડ્રોનથી સર્વેન્સ કામગીરી કરવામાં આવશે અને કેમેરાથી નજર રાખવામાં આવશે.

સરકારી બસો માટે અલગ પાર્કિંગ ,રીક્ષા ચાલકો માટે અલગ પાર્કિંગ, કાર પાર્કિંગ અલગ અલગ બનાવવામાં આવ્યા તેમજ સિદ્ધવડ ખાતે ખાસ ખોયાપાયા ટીમ અને કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો જેમાં યાત્રિકોનો સામાન કેમેરા જેવી કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો ત્યાં મળી શકે અને ત્યાં જાણ કરી શકે તેમજ ગુમસુધા વ્યક્તિ માટે પણ ત્યાં જાણ કરી શકે જેવી સુરક્ષાની તમામ તૈયારીઓ પોલીસ દ્વારા યાત્રિકો માટે કરવામાં આવી છે ત્યારે પાલિતાણા ડીવાયએસપી મિહિર બારૈયાના માર્ગદર્શક હેઠળ આવતીકાલે 6 ગાઉ યાત્રાને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કેટલો બંદોબસ્ત ફાળવાયો ?
1 DYSP, 3 PI, 20 PSI, 164 પોલીસ કર્મી,17 મહિલા પોલીસ,23 ટ્રાફીક જવાનો,134 હોમગાર્ડ,118 GRD,17હોકી ટોકી સ્ટાફ,2 માઉન્ટેન( ઘોડેસવાર) પોલીસ, 6 મોટર સાઈકલ પોલીસ.

અન્ય સમાચારો પણ છે...