તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આજે જિલ્લામાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 18 દર્દીઓ કોરોનામુક્ત થયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • જિલ્લામાં નોંધાયેલા કુલ 6,642 કેસો પૈકી 251 દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ 38 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,642 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 18 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 27 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં 27 અને તાલુકાઓમાં 11 કેસ

જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના સિહોર તાલુકા ખાતે 1, મહુવા ખાતે 5, વલ્લભીપુર ખાતે 1, ઉમરાળા ખાતે 3 તેમજ તળાજા ખાતે 1 કેસ મળી કુલ 11 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 27 અને તાલુકાઓમાં 11 કેસ મળી કુલ 38 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દર્દીઓએ ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવાનુ

ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 6,642 કેસ પૈકી હાલ 251 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો