તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એનસીઇઆરટી પુરસ્કૃત અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ) આવતી કાલ તા.14 ફેબ્રુઆરીને રવિવારે બે તબક્કામાં લેવામાં આવશે. આ વર્ષે ધો.10માં ભણતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. આવતી કાલે પ્રથમ તબક્કાની પરીક્ષા લેવાશે જેમાં બે જુદા જુદા પેપર વિદ્યાર્થીઓએ આપવાના રહેશે. ભાવનગર શહેરમાં આ પરીક્ષા માટે કુલ 9 પરીક્ષા કેન્દ્રમાં 1755 પરીક્ષાર્થીઓ નોંધાયા છે તેમ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ ગોહિલે માહિતી આપી હતી.
તા.14 ફેબ્રુઆરીને રવિવારે સવારે 11.30થી 1.30 અને બપોરે 3થી સાંજના 5 વાગ્યા દરમિયાન બે સેશનમાં આ કસોટી લેવાશે. જેમાં પ્રથમ કસોટી બૌદ્ધિક યોગ્યતાની હશે જેમાં બે કલાકમાં 100 ગુણના 100 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. દ્વિતીય કસોટી શૈક્ષણિક યોગ્યતાની રહેશે જેમાં ગણિતના 20 તથા વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 40-40 પ્રશ્નો હશે. 100 ગુણના 100 પ્રશ્નો પૂછાશે. આ પરીક્ષા અંગ્રેજી અથવા ગુજરાતી માધ્યમમાં લેવાશે. આ કસોટી બહુવૈકલ્પિય પ્રકારની અને હેતુલક્ષી (અેમસીક્યુ) પ્રકારની લેવાશે. કોઇ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહી.
જનરલ અને ઇએસડબલ્યુના વિદ્યાર્થીઓ માટે 40 ટકાએ ક્વોલીફાય ગણાશે જ્યારે અેસ.સી./એસ.ટી. કે પી.એચ.કેટેગરીમાં 32 ટકાએ ક્વોલિફાય ગણાશે. આ પરીક્ષામાં અંધ કે દિવ્યાંગ પરીક્ષાર્થીને ડીઈઓ કચેરી પાસેથી રાઈટર મેળવવાના રહેશે. અંધ અને િદવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે અલગ બ્લોકની વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર કરવાની રહેશે. રાઈટરે ધો.8 થી વધુ શિક્ષણ મેળવેલું હોવું જોઈએ નહીં.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને પરીક્ષા કેન્દ્રની બિલ્ડીંગોને સેનેટાઈઝ કરવાના રહેશે. થર્મલ ગન દ્વારા તમામ પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો રહેશે. જેની ખાસ કાળજી લેવી. કોરોના પોઝિટિવ કે લક્ષણો ધરાવનાર ઉમેદવારને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવો નહીં. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામે ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે.
પરીક્ષામાં સિલેક્ટ થયેલાને શિષ્યવૃતિના નિયમ
આ પરીક્ષામાં પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત ક્વોટા પ્રમાણે બીજા તબક્કાની યાદી તૈયાર કરાશે અને બીજા તબક્કાની પરીક્ષા એનસીઇઆરટી દ્વારા લેવાશે. તેના આધારે શિષ્યવૃતિ આપવામાં આવશે. જેમાં ધો.11 તથા ધો.12માં માસિક રૂા.1250 શિષ્યવૃતિ મળશે. અન્ડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે દર મહિને રૂા.2000ની શિષ્યવૃતિ મળવાપાત્ર ગણાશે. પીઅેચડી અભ્યાસ માટે યુજીસીના નિયમ મુજબ સ્કોલરશીપ આપવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.