તંત્ર હરકતમાં:કોરોનાની રસીમાં બીજા ડોઝમાં ઝડપ વધારવા મ્યુ. આરોગ્ય તંત્ર આખરે જાગ્યું

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દુકાનદારોે અને વર્કરોને બીજો ડોઝ લેવા આદેશ, લોકોને અનુરોધ
  • 1.62 લાખ લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ બાકીના સમાચાર બાદ તંત્ર હરકતમાં

ભાવનગર શહેરમાં કોરોના રસીકરણમાં બીજા ડોઝમાં ઝડપ ઓછી થઇ ગઇ હોય તેમજ તંત્રમાં નિરસતા અને લોકોમાં આળસ અને કાળજી ઓછી થવાથી તા.11 નવેમ્બરે શહેરમાં 1.62 લાખથી વધુ લોકોને હજી કોરોના રસીનો બીજો ડોઝ લેવાના સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રકાશિત થયા બાદ આખરે તંત્ર હરકતમાં આવક્ષ્યું છે અને મહાપાલિકા કમશિનરે એમ.કે.ગાંધીએ એક આદેશમાં ફરમાન કર્યું છે કે જે દુકાનદારો, લારી-ગલ્લાધારકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેઓને સત્વરે સમયસર રસીકરણ કરાવી લેવા એપીડેમિક એક્ટ હેઠળ હૂકમ કર્યો છે.

જ્યારે અન્ય નગરજનો જેઓએ રસીનો બીજો ડોઝ નથી લીધો તેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇને બીજો ડોઝ લઇ લેવા અનુરોધ કર્યો છે. ભાવનગર શહેરમાં રસીકરણ માટે કુલ લક્ષ્યાંક 4,43,600નો છે તેની સામે તા.11 નવેમ્બરના આંકડા મુજબ બીજા ડોઝમાં 443600 પૈકી માત્ર 2,81,567 લોકોએ જ રસી લીધી છે. એટલે કે હજી 1,62,033 શહેરીજનો કોરોનાના રસીકરણના બીજા ડોઝથી વંચિત છે.

સતત પાંચમા દિવસે કોરોનાનો એક પણ નવો દર્દી નહીં
આજે સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવનો એક પણ નવો દર્દી ભાવનગર શહેર કે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ મળ્યો નથી. હાલ ભાવનગર શહેરમાં 2 અને તાલુકા-ગ્રામ્યમાં એક દર્દી એક્ટિવ હોય કુલ 3 દર્દીઓ કોરોનાની સારવારમાં રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...