તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:17 જૂન સુધીમાં ધો.10ના શાળા દ્વારા તૈયાર રિઝલ્ટ મોકલી દેવા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાકીદે પરિણામ મોકલવા સચિવનો આદેશ
  • માસ પ્રમોશન અપાયા બાદ જોગવાઇ મુજબ શાળાએ વિદ્યાર્થીઓના પરિણામ અપલોડ કરવા

આ વર્ષે કોરોનાને કારણે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયા બાદ હવે દરેક શાળાઓને તેના વિદ્યાર્થીઓના ગુણ સાથેના પરિણામ તૈયાર કરીને તા.17 જૂનને ગુરૂવાર સુધીમાં બોર્ડના પોર્ટલ પર અપલોડ કરી દેવા બોર્ડના પરીક્ષા સચીવે તાકીદ કરી છે. ધો.10 બોર્ડની 2021માં જાહેર પરીક્ષાને બદલે નિયમતિ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઇ અનુસાર પરિણામ તૈયાર કરવાની જાણ કરવામાં આવી છે. નિયમિત વિદ્યાર્થીઅોને શાળા કક્ષાએ બોર્ડની વેબસાઇટ પર અોનલાઇન કામગીરી કરવાનું સમગ્ર પ્રક્રિયાનું સમયપત્રક જણાવવામાં આવ્યું છે.

શાળા દ્વારા તૈયાર કરેલ પરિણામ બોર્ડના પોર્ટલ પર અપલોડ કરવા માટે તા.8 જૂનથી 17 જૂન સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. આથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવાયું છે કે આ નિર્ધારિત સમયગાળા દરમિયાન બાકી રહેલ માધ્યમિક શાળઓના નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડના પોર્ટલ પર અપલોડ થઇ જાય તે બાબતની સ્પષ્ટ સૂચના અને કામગીરીનું દિન-પ્રતિદિન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...