તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસંહિતાનું ગ્રહણ:શિક્ષણ સમિતિની સભા માટે સમય સમાપ્ત, સભા બે મહિને ફરજિયાત બોલાવવી પડે

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • { ચૂંટણી પંચ સમક્ષ સભાની તમામ વિગતો રજૂ કર્યા બાદ મંજુરી મળી હવે સાધારણ સભા બોલાવાશે

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર પણ પડતા પ્રતિ બે માસે બોલાવવાની સાધારણ સભા માટે ચૂંટણી અધિકારી સમક્ષ મંજૂરી માગી હતી. મંજૂરી મળી પણ ગઈ છે પરંતુ ફરજિયાત પણે બે મહિને બોલાવવાની સાધારણ સભાની મુદત પૂર્ણ થઈ જતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા સામાન્યતઃ શૈક્ષણિક કાર્યો માટે જ મળતી હોય છે. તેમાં કોઈ રાજકીય ચર્ચાને અવકાશ હોતો નથી. તેમ છતાં દરેક ચૂંટણી વખતે શિક્ષણ સમિતિની સાધારણ સભાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છેલ્લી સાધારણ સભા 3જી ડિસેમ્બરના રોજ મળી હતી જેથી 2જી ફેબ્રુઆરી સુધી નિયમ અનુસાર ફરજિયાત પણે બોલાવવી પડે. પરંતુ ચૂંટણી આચાર સંહિતાના કારણે શાસનાધિકારી દ્વારા ચૂંટણીપંચ સમક્ષ સાધારણ સભા બોલાવવા માટે મંજૂરી માગતા અને પંચ દ્વારા મંજૂરી આપવાની પ્રક્રિયા દરમિયાન બે મહિનાનો સમય પૂર્ણ થઇ ગયો છે. જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ત્યારે જો મંજૂરી માગી ફોર અથવા તો ચૂંટણીના જાહેરનામા પૂર્વે સાધારણ સભા બોલાવી હોત તો નિયમ અનુસાર બે મહિનામાં સાધારણ સભા મળી ગઈ હોત. તદુપરાંત શિક્ષણ સમિતિની બોડી કાર્યરત હોવાથી આગામી સાધારણ સભામાં કોઈ જાતની ચર્ચા પણ થઈ શકશે નહીં. તેમજ બજેટ બેઠક માટે પણ પ્રશ્નો ઉપસ્થિત થશે.

ચૂંટણીની આચારસંહિતાને કારણે મંજૂરી માગી હતી
કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા માટે ચૂંટણી પંચ સમક્ષ મંજૂરી માગી હતી. પંચ દ્વારા માંગવામાં આવેલી વિગતો પૂરી પાડયા બાદ મંજૂરી આપવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય અને ચર્ચા માટે સાધારણ સભા બોલાવી શકાશે. > નિલેશ રાવલ, ચેરમેન શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો