તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ઘરે કોરોન્ટાઇન થયેલા માટે બે સંસ્થા દ્વારા જ્ઞાતિજનો માટે ટીફીન સેવા શરૂ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર ખાતે કોરોના મહામારીના કારણે જે પરિવાર ઘરે કોરોન્ટાઇન થયેલ હોય તેમના માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા જ્ઞાતિમાં શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના કાળમાં બીજા ફેસમાં આક્રમક રીતે કોરોના ફેલાયો છે. ત્યારે ભાવનગરની સિહોર સંપ્રદાય અગિયારે બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી ભાવનગર દ્વારા દાતાના સહયોગથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા તા.9ને શુક્રવારથી શરૂ કરવામાં આવી છે. આ માટે બપોરના ભોજન માટે સવારે 9 સુધી તથા રાત્રીના ભોજન માટે સાંજે 6 સુધી કેટલા વ્યકિતનુ ભોજન મોકલવાનુ તેની જાણ રામવાડીમાં 0278-2420406,2514406, કુંતલ ત્રિવેદી 9879557075, પ્રભાકરભાઇ વ્યાસ 9925574380ને સરનામુ લખાવવાનુ રહેશે.

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંઘ ના ઉપક્રમે વિનામૂલ્યે શહેરમાં વસતા તમામ જૈન કુટુંબો માટે એક કોવીડ- 19 કવીક રીસ્પોન્સ ટીમ-2 અંતર્ગત કુટુંબ માં જો કોઈ મેમ્બરને કોવીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય અથવા તેને લગતા લક્ષણો હોય તો સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.ભાવનગર જૈન સંઘ એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે અને દર્દીના દર્દને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને ટિફિન વ્યવસ્થા કરવાનું ઉત્તમ કાર્ય મુખ્ય ક્વિક રિસ્પોન્સ ટીમ સંઘના કાર્યકારી પ્રમુખ જયુકાકા ટાણાવાળા 9825205 366ના વડપણ હેઠળ સંજયભાઈ ઠાર 9427558072,પરેશભાઈ શાહ 9377525151,ઋષભ શાહ 9825173742,કેપી ભાઈ 9825474962 આયોજન સેકન્ડ ફૈઝ માં તા. 09/04 થી ભાવનગર જૈન સંઘ માં શરૂ કરી રહ્યા છે, હવે જે લોકોને આ ટિફિન માટે ઇન્કવારી હોઈ તો ઉપરોક્ત કોઈપણ નંબર જાણ કરી આ સેવાનો લાભ લઈ શકે છે. અન્ય સંસ્થાઓ પણ આ આયોજન કરવા વિચાર કરીને દર્દીને સહાય રૂપ બનવા આગળ આવે તો મહામારીમાં લોકોમાં માટે સેવા આશીર્વાદ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો