કૉંગ્રેસની ચોથી યાદી જાહેર:ભાવનગર ગ્રામ્ય પર રેવતસિંહ ગોહિલ અને ભાવનગર પૂર્વ પર બળદેવ સોલંકીને ટિકિટ, ગારિયાધારમાં સસ્પેન્સ યથાવત

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા અને ભાવનગર ગ્રામ્ય બેઠક પર આપના ઉમેદવારોની જાહેરાત બાકી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. ત્યારે તમામ ઉમેદવારો માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એવામાં જે બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે તેની જાહેરાત પણ થવા લાગી છે. આજે કૉંગ્રેસે તેની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ગારિયાધાર બેઠક પર હજી પણ પાર્ટી અંતિમ નામ પર મહોર મારી શકી નથી.

બળદેવ સોલંકી
બળદેવ સોલંકી

ભાવનગર પૂર્વ બેઠક પર બળદેવ સોલંકીને ટિકિટ
ભાવનગર પૂર્વ બેઠક પર કૉંગ્રેસ દ્વારા બળદેવ સોલંકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.બળદેવ સોલંકી હાલ ભાવનગર જિલ્લા પંચાયતના વરતેજ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય છે અને કોળી સમાજમાં આગવું એવું નામ ધરાવે છે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.

રેવતસિંહ ગોહિલ
રેવતસિંહ ગોહિલ

ભાવનગર ગ્રામ્ય બેઠક પર રેવતસિંહ ગોહિલને ટિકિટ
ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી સામે કૉંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે. રેવતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને સમાજમાં આગવું નામ ધરાવે છે.

ભાવનગરની સાત બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારો​​​​​​​​​​​​​​

બેઠકભાજપના ઉમેદવારકૉંગ્રેસના ઉમેદવારAAPના ઉમેદવાર
મહુવાશિવાભાઈ ગોહિલકનુ કળસરિયાઅશોક જોળિયા
તળાજાગૌતમ ચૌહાણકનુુભાઈ બારૈયાલાલુબેન ચૌહાણ
ગારિયાધારકેશુભાઈ નાકરાણીનામની જાહેરાત બાકીસુધીર વાઘાણી
પાલિતાણાભીખાભાઈ બારૈયાપ્રવિણભાઈ રાઠોડડો. ઝેડ.પી.ખૈની
ભાવનગર ગ્રામ્યપરસોતમ સોલંકીરેવતસિંહ ગોહિલખુમાનસિંહ ગોહિલ
ભાવનગર પૂર્વસેજલ પંડ્યાબળદેવ સોલંકીહમીર રાઠોડ
ભાવનગર પશ્ચિમજીતુ વાઘાણીકિશોરસિંહ ગોહિલરાજુ સોલંકી

​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...