તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ:કોર્પોરેશને ખરીદેલી RTPCR કીટના ભાવમાં ત્રણ ગણો તફાવત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં બેદરકાર એજન્સીને પંપાળ કે દંડા
  • કોરોના ટેસ્ટ માટે એક કીટના રૂા.7.45 તો બીજી કંપનીને રૂા.28 ચુકવ્યા, સ્ટેન્ડીંગમાં ગાર્ડન સુપ્રિ. ને શિક્ષાનો નિર્ણય કરાશે

કોરોના મહામારી દરમિયાન RTPCR ટેસ્ટના ટાર્ગેટમાં વધારો થતાં ટાર્ગેટ પૂરો કરવા V.T.M ટેસ્ટ કીટ માઈક્રોબાયોલોજી વિભાગ પુરી ન કરી શકતા બે તબક્કામાં 25000 અને 20000 કીટ ખરીદ કરી હતી. પરંતુ એક કંપનીના કીટ દીઠ રૂ. 7.45 જ્યારે અન્યના કીટ દીઠ રૂ.28 લેખે ચુકવ્યા છે. એક જ વસ્તુના ત્રણ ગણા ભાવ ફેર શંકા ઉપજાવે છે.જે કુલ રૂ. 8.49 લાખની હકીકત આગામી તા.29મીના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં જાહેર કરાશે.

કોરોના મહામારીના નામે તે સમયગાળા દરમિયાન કરેલા ખર્ચ અનેક શંકા ઉપજાવે છે. જેમાં RTPCR કીટ ખરીદીના ભાવ તો ગળે ઉતરે તેમ જ નથી. એક જ વસ્તુની ખરીદીમાં ભાવમાં ત્રણ ગણો તફાવત છતાં લાખો ચુકવાઈ પણ ગયા. સરકાર દ્વારા કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ RTPCR ટેસ્ટના ટાર્ગેટમાં વધારો થતાં માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ટાર્ગેટ મુજબ V.T.M. ટેસ્ટ કીટ પુરી પાડી શકે તેમ નહીં હોવાથી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગથી ખરીદ કરી હતી. જેમાં મિલાપ ડિસ્ટ્રિબ્યુટર પાસેથી એક કીટના રૂ. 28 લેખે 25 હજાર કીટ મંગાવી અને તેના રૂ.7 લાખ ખર્ચ કરેલ જ્યારે સેફ્રોન નેચરલ પ્રોડક્ટ પાસેથી કીટ દીઠ રૂ. 7.45 લેખે 20 હજાર કીટના રૂ.1.49 લાખનો ખર્ચ કરી મંજુર પણ કરેલ છે. બન્ને V.T.M. કીટના ભાવમાં ત્રણ ગણો તફાવત જોવા મળે છે.

સ્ટેન્ડીંગ કમિટીમાં તદુપરાંત મોતીબાગ ટાઉન હોલમાં સેન્ટ્રલ એ.સી., રોડના કામમાં દબાણને કારણે સમયમર્યાદા વધારો, સર ટી. હોસ્પિટલમાં બનાવેલ રોડનો ખર્ચ, ડમ્પિંગ સાઇટ પર સી.સી.કેમેરા, ભરતી બઢતીના નિયમોમાં સુધારા, લીઝ પટ્ટામાં હેતુફેર, એડિશનલ સીટી એન્જિનિયરની બે જગ્યા ઉભી કરવા, ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ કે.કે.ગોહિલ દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી અને બેજવાબદારીભર્યા વર્તન માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવશે.

તદુપરાંત વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે એજન્સીની બેદરકારી સંદર્ભે ફરી મુદત વધારો આપવો કે ડિપોઝીટ ફોરફીટ કરી બ્લેક લિસ્ટમાં મુકવા, સરદારનગર ખાતે ઓડિટોરિયમના બાંધકામમાં એજન્સીને બદલે કોર્પોરેશન દ્વારા રૂ. 1.64 કરોડ સર્વિસ ટેકસ ચુકવાયો જેમાં ટેક્સમાં ઘટાડો કરતા 30 લાખ એજન્સીએ કોર્પોરેશનને પરત આપવાના તે પણ કટકે કટકે આપવાનો નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...