તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા ફિરોઝભાઇ રમઝાનભાઇ દાઉદાણી એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ લોડીંગ રીક્ષા ચલાવી ડ્રાઇવિંગનો ધંધો કરે છે. ગત તા.30/11 ના રોજ તેમના શેઠ ભદ્રેશભાઇએ તેમને ફોન કરી જણાવેલ કે દાણાપીઠ ખાતે આવેલ ભારત કેરિંગમાં કાપડના 10 રોલ આવેલ છે. તે લઇ તણસા તેમના કારખાને પહોંચાડવાના છે. જેથી ફરીયાદી તેમની અતુલ રીક્ષા નંબર જી.જે. 04.એ.યુ-1634 માં કાપડના રોલ નંગ-10 ભરી તણસા જવા નીકળેલ દરમ્યાન તેમની રીક્ષાના આગળના ભાગે ખોટકો આવતા તેઓ રીક્ષા લઇ તેમના ઘરે ભરતનગર ગયેલ. અને ત્યાં ઘર પાસેની દિવાલ નજીક કાપડના 10 રોલ ઉતારી તેને બરાબર બાંધી ઘરમાં ગયેલ અને રાત્રે 12-30 કલાકે ફરી ચેક કરેલ અને ઘરમા જઇ સુઇ ગયા હતા.
તા.1/12 ના રોજ વહેલી સવારે 6-00 વાગ્યે તેઓએ તપાસ કરતા ઘરની બહાર મુકેલા કાપડના 10 રોલ ન દેખાતા અને આજુબાજુ તપાસ કર્યા છતા ન મળતા તેઓએ ભદ્રેશભાઇને ફોન કરી જાણ કરેલ. અને ભદ્રેશભાઇ ઉપરાંત શંકરભાઇ પ્રકાશભાઇ તારાચંદાણી અને ફરિયાદીના મામા મુકેશભાઇ તેમની પાસે આવેલ. કાપડના રોલ શંકરભાઇના હોય તેમને કિંમત પુછતા તેઓએ રૂ. 78498 ની કિંમત હોવાનું જણાવેલ. જે કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમા નોંધાવાઇ હતી.
બનાવની તપાસ દરમ્યાન ભરતનગર પોલીસને મળેલી ચોકકસ બાતમી આધારે તપાસ હાથ ધરતા ચોરી થયેલ મુદામાલ સાથે આરોપી રવિ શૈલેષભાઇ જાદવ ( રહે. ભરતનગર ), યાસીન બસીરભાઇ મુસાણી ( રહે. રૂવાપરી રોડ ) તથા પરેશ ઉર્ફે પરીયો જગદીશભાઇ મુલચંદાણી ( રહે. સરદારનગર ) વાળાને રૂ. 78498 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.