તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:મ્યૂકરમાઇકોસિસના આઠ પૈકી ત્રણ દર્દીઓ પોઝિટિવ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરમાં મ્યૂકરમાઇકોસિસના 140થી વધુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ
  • કુલ 155 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં આજે નવા 8 દર્દી મ્યૂકરમાઇકોસિસના લક્ષણો સાથે દાખલ થયા હતા જેમાં 3ના રિપોર્ટ પોઝિટિવ આવી ગયા છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ 35 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ 110 અને ખાનગી હોસ્પિટલોમાં 35 મળીને ફુલ 145 જેટલા દર્દીઓ હાલ આ રોગની સારવાર લઇ રહ્યા છે. આજ સુધીમાં કુલ ૧૦ દર્દીઓના આ રોગને લીધે મોત થયા છે.

સર ટી હોસ્પિટલ ખાતે આજે નવા 8 કેસ મ્યૂકરમાઇકોસિસના લક્ષણોવાળા જોવા મળ્યા હતા તેમાં ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવી ગયા છે જ્યારે પાંચ શંકાસ્પદ હાલતમાં સારવાર લઇ રહ્યા છે. હાલ આ સરકારી હોસ્પિટલના ખાસ વોર્ડમાં કુલ 119 દર્દીઓ દાખલ થયેલા છે જેમાં 110 પોઝિટિવ દર્દીઓ છે 5 શંકાસ્પદ છે જ્યારે 4ના રિપોર્ટ નેગેટિવ આવેલા છે. જ્યારે શહેરની ખાનગી હોસ્પિટલોમાં ૩૫ જેટલા દર્દીઓ મ્યૂકરમાઇકોસિસના રોગની સારવાર લઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં આ રોગના કુલ 259 દર્દીઓ નોંધાઇ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...