લમ્પીનો કહેર:ભાવનગર જિલ્લામાં વધુ ત્રણ પશુઓના મોત, આજે નવા 155 કેસ નોંધાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં લમ્પી વાઈરસ કુલ 7035 કેસ જેમાં 487 પશુઓના મોત

ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 3 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા અને 155 નવા કેસ નોંધાયા હતા, વધુમાં 4 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. સાથોસાથ પોઝિટિવ કેસ વધવા સાથે મોતની પણ ઘટના વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે,

અત્યાર સુધીમાં 7035 પોઝિટિવ કેસ નોંધાયા છે
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે, ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 7035 પોઝિટિવ કેસ નોંધાયા છે.

10 તાલુકામાં 528 ગામો અસરગ્રસ્ત છે
​​​​​​​
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાઈરસના કુલ 7035 કેસ નોંધાયા છે અને કુલ 487 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, દસ તાલુકામાં 528 ગામો અસરગ્રસ્ત છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,222 નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...