હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો:ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત; બે ઘાયલ

ભાવનગર3 મહિનો પહેલા
  • રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે મારૂતિ ઈકો કાર તથા ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુરૂષોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જયારે બે ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિ ઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા
​​​​​​​
અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિ ઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતાં આ મૃતકો સિહોર તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે જેમાં સુખા જેઠાભાઇ મકવાણા ઉ.વ.40 રે.શ્રેયસ સોસાયટી ટાઉનહોલ પાછળ સિહોર, ગોવિંદ હમીરભાઈ ગોહિલ રે.ઈશ્વરીયા ગામ તા.સિહોર તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા ઉ.વ.40 રે.રામધરી ગામ તા.સિહોરનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ ગાંડા કમા જોટાણા-રબારી ઉ.વ.45 રે.જીથરી તા.સિહોર અને બુધા ડાયા જોટાણા-રબારી રે.મોટાસુરકા તા.સિહોર વાળાને ગંભીર હાલતે પ્રથમ સારવાર અર્થે ધંધૂકા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ ધોલેરા પોલીસને થતાં પોલીસ કાફલો તથા 108 સ્થળપર દોડી આવી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી હતી આ બનાવના વાવડ મૃતકોના સ્વજનોને થતાં રબારી સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે
સમગ્ર બનાવ અંગે ધોલેરા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલા ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ નાગરિકોના પ્રાણ જાય છે આમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને જીવલેણ અકસ્માત માટે જવાબદાર કારણો-સમસ્યાઓનું સમાધાન નથી કરવામાં આવી રહ્યું ત્યારે આજરોજ ધોલેરા પોલીસ મથક હેઠળના પીપળી-વટામણ વચ્ચે વડોદરા બાજુથી આવી રહેલ ડુંગળી ભરેલ મધ્યપ્રદેશ પાસિંગ નો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ સિહોરથી ખેડા જિલ્લા તરફ જઈ રહેલ મારૂતિ ઈકો કાર નં-જી-જે-05-જેકે-5278 સામસામે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર પાંચ વ્યક્તિ ઓને ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...