આજે આત્મહત્યા નિવારણ દિવસ:ભાવનગરમાં એકાદ સપ્તાહમાં ત્રણ જવાનોએ જીવન ટુંકાવ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રમિકો અને ગૃહિણીઓનું સૌથી વધુ પ્રમાણ
  • ગુજરાત રાજ્યમાં રોજના 21 લોકો આપઘાત કરી રહ્યા છે

આવતીકાલ તા. 10 સપ્ટેમ્બરનો દિવસ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એક સરેરાશ મુજબ ગુજરાતમાં દરરોજ એકવીસ લોકો પોતાનું જીવન આપઘાત કરી ટુંકાવે છે. જેમાં મજૂરઅને રોજબરોજ કમાતા, ગૃહિણીઓ અને નાના ધંધા રોજગારથી જીવનનો ગુજારો કરતા લોકોમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધુ હોય છે. 18 વર્ષથી નાની ઉંમરમાં સ્ત્રીઓમાં આપઘાતનું પ્રમાણ વધારે હોય છે.

વનગરમાં તાજેતરના એકાદ સપ્તાહના સમયગાળામાં જ તળાજામાં એક હોમગાર્ડ, પાલિતાણામાં મહેન્દ્રસિંહ સરવૈયાનો ભત્રીજો જે સૈન્યમાં હતો તેણે અને બે દિવસ પૂર્વે મૂળ સિહોરના અને અમદાવાદમાં પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે તો તેના પત્ની અને બે વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હતો.

ત્યારે આ પ્રકારે બનાવો વધતા જાય છે તે સંજોગોમાં છેલ્લા સંશોધન પ્રમાણે વધુ ઉંમર વૃદ્ધાવસ્થા, દારૂ અફીણ કે બ્રાઉન શુગરનું વ્યસન, વ્યક્તિ દેખીતી રીતે ઓછી ગુસ્સામાં હોય કે ઓછી હિંસક હોય, ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય, ડિપ્રેશન, મેનિયા, સનેપાત, સ્કીઝોફેનિયા જેવી માનસિક બીમારી હોય, તાજેતરમાં કોઈ મોટો આઘાતજનક બનાવ બન્યો હોય, કૌટુંબિક મદદનો અભાવ હોય અને જુગાર, બેરોજગારી, શેરબજાર, દેવા જેવી નાણાંકીય ખેંચ હોય ત્યારે વ્યક્તિ આપઘાત કરે તેવી સ્થિતિ સર્જાય છે. જે વ્યક્તિ આત્મહત્યાની વાતો કરે, ઊંઘ અને ભૂખ ઓછા થઈ જાય તે આપઘાત કરી શકે છે.

તમે શું મદદ કરી શકો ?
આવા વ્યક્તિ સાથે ખુલ્લા મને આત્મહત્યાના વિચાર કે કારણો વિશે ચર્ચા કરો. શાંતિથી સાંભળો અને તેની લાગણીની કદર કરો. કોઈપણ સંજોગોમાં તેને ચેલેન્જ ન કરો. કોઈપણ સમયે મળવાની છૂટ આપો. તેનામાં પૂરતો રસ લ્યો. વિકલ્પોની ચર્ચા કરો, ખાલી આશ્વાસનથી દૂર રહો. આત્મહત્યા માટેની વસ્તુઓ જેવી કે દોરડું, કેરોસીન, જંતુનાશક દવાઓ, એસિડ વગેરે દૂર કરો અને મનોચિકિત્સકનો તાત્કાલિક સંપર્ક કરો. > ડો.શૈલેષ જાની, સાયકિયાટ્રીસ્ટ

અન્ય સમાચારો પણ છે...