ઘોષણા:ભાવનગરના ત્રણ ઉદ્યોગકારોએ વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે રસ દાખવ્યો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલીમબધ્ધ કામદારો, ઇન્ફ્રાસ્ટ્રકચર મોજુદ
  • ભાવનગરની મોડેસ્ટ, મેસ્કોટ અને મોનો સ્ટીલે કરાર પર હસ્તાક્ષર કર્યા

ભાવનગરના અલંગ નજીક તાલીમબધ્ધ કામદારો, ઇન્ફ્રાસ્ટ્રકચર મોજુદ છે, સ્ક્રેપના વપરાશકારો જિલ્લામાં આવેલા છે તેથી વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે સૌથી આદર્શ સ્થળ ભાવનગરને ગણાવવામાં આવી રહ્યું હતુ. રાજ્યમાં 6 જગ્યાએ વ્હિકલ સ્ક્રેપ યાર્ડ ઉભા કરવાની ઘોષણા કરવામાં આવી છે તે પૈકી 3 ભાવનગર જિલ્લામાં આકાર લેશે.

કેન્દ્ર સરકાર ની વહિકલ સ્ક્રેપ પોલિસી જે ગુજરાતમાં લોન્ચ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતેથી લોન્ચ કરાઈ આ પોલીસી ભાવનગર માટે વિકાસના દ્વાર ખોલનાર અને મોટી રોજગારી ઉપલબ્ધ કરાવનાર બની રહેશે તેમ જણાવાયુ હતુ.

અલંગ શિપ રિસાયકલિંગ હબ છે, જ્યાં સ્ક્રેપ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, ટ્રેઇન મેનપાવર પણ ઊપલબ્ધ છે. વળી ફરનેસ જેવી સ્ક્રેપનો ઉપયોગ કરનાર ઇન્ડસ્ટ્રી પણ અલંગ નજીકમાં છે. આમ આ પોલિસી નો સૌથી મોટો લાભ ભાવનગરને થનાર છે. શિપ બ્રેકીંગ જેમ વિહિકલ બ્રેકીંગ પણ ભાવનગર ને અલગ ઓળખ આપશે.

પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લા મોનો સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ દ્વારા સિહોર ખાતે, મેસ્કોટ ઇન્જીટેક પ્રા.લિ. દ્વારા ઘોઘા-માલપર ખાતે, મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ., દ્વારા રતનપર ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત ટાટા મોટર્સ દ્વારા અમદાવાદ ખાતે, સીએમઆર કટારીયા રીસાયકલિંગ દ્વારા ખેડા ખાતે, કાર્ગો મહિન્દ્રા એમએસટીસી રીસાયકલિંગ દ્વારા અમદાવાદ નજીક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવામાં આવશે.

જુના વાહનોને સ્કેપ કરવા ની પોલિસી માં સ્ક્રેપ કરવા માટે વાહનની તારીખ આધારિત નહિ હોય પણ તેના ફિટનેસ પરથી નક્કી કરાશે. સ્ક્રેપ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ ઓટોમેટિક, ટેક્નોલીજી ડ્રિવન, ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ હશે તેમ જણાવવામાં આવ્યું છે.