તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ સહીત ત્રણ નશાની હાલતમા ઝડપાયા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ પણ વિવાદમાં આવેલા મહાનગર પાલિકાના
 • પોલીસે ધારી તાલુકા પંચાયત ત્રણ રસ્તા પાસેથી 3ની અટકાયત કરી કાનુની કાર્યવાહી હાથ ધરી હતી

લોકડાઉન સમયે કોર્પોરેશનનો સ્વિમીંગ પુલ શરૂ રખાવી વિવાદમાં આવેલા ગાર્ડન સુપ્રિન્ટેડેન્ટ અમરેલી જીલ્લાના ધારી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ભાવનગર મ્યુંનીસીપલ કોર્પોરેશનના ગાર્ડન સુપ્રીટેન્ડ સહીત ત્રણ શખ્સોને નશાની હાલતમા ઝડપી લઇ કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.

ધારી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સોયેબભાઇ ઓસમાણભાઇ જુણેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ધારી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે વખતે ધારી તાલુકા પંચાયત ત્રણ રસ્તા પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતે ઉભા હોય તેઓને ચેક કરતા ત્રણેય શખ્સો નશો કરેલી હાલતમા મળી આવેલ.તેઓને બ્રેથ એનેલાઇઝર મુકી વારાફરતી ચેક કરતા ત્રણેયના ટેસ્ટ રીઝલ્ટ પોઝીટીવ આવેલ. તેઓના નામ પુછતા તેઓએ થોથવાતી જીભે તુટક તુટક ભાષામા પોતાના નામ જણાવેલ જેમા હાર્દીકસિંહ અશોકસિંહ પરમાર (રહે. સિદસર રોડ ભાવનગર-કોન્ટ્રાકટર), કેયુર કીરીટભાઇ ગોહિલ (રહે.કાળીયાબીડ,નોકરી ભાવનગર મ્યું કોર્પો.ગાર્ડન સુપ્રી.) તથા અક્ષય ધીરુભાઇ ચાૈહાણ (રહે. કાળીયાબીડ, કોન્ટ્રાકટર) હોવાનુ જણાવેલ. પોલીસે ત્રણેયની અટકાયત કરી તમામ સામે ધારી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો