ગ્રામ્યમાં 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા:145 દી' કોરોનાથી એકેય મોત વગરના વિત્યા બાદ 21 દિવસમાં ત્રણના મોત

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એક્ટિવ દર્દીઓની સંખ્યા 185
  • સુભાષનગરમાં વૃદ્ધનું મોત, શહેરમાં નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં ગત માસ 15 જુલાઇ આવી ત્યારે 145 દિવસના લાંબા સમયગાળા બાદ કોરોના પોઝિટિવથી એક દર્દીનું સરકારી ચોપડે મોત થયું હતુ. ત્યાર બાદ 22મી જુલાઇ અને હવે આજે 4 ઓગસ્ટે એક મોત કોરોનાથી શહેરમાં નોંધાતા 145 દિવસ સુધી શહેરમાં કોરોનાથી એકેય મોત ન થયા બાદ છેલ્લાં 21 દિવસમાં 3 દર્દીના કોરોનાથી મોત થયા છે. સાથે કેસની સંખ્યા પણ સાવ ઘટી નથી. આજે ભાવનગર શહેરમાં 7 અને ગ્રામ્ય કક્ષાઅે નવા 3 કેસ નોંધાયા હતા.

ભાવનગર શહેરમાં આજે સુભાષનગર વિસ્તારમાં 79 વર્ષીય વૃદ્ધનું કોરોના પોઝિટિવથી મોત થયું હતુ. આજના આ મોતથી ભાવનગર શહેરમાં સરકારી ચોપડે ભાવનગર શહેરમાં મોતની કુલ સંખ્યા 194 થઇ ગઇ છે. ભાવનગર શહેરમાં આજે જે 7 નવા કેસ નોંધાયા તેમાં સ્વપ્નસંસ્કારમાં 50 વર્ષીય મહિલા, કૈલાસનગરમાં 12 વર્ષીય કિશોરી, ભરતનગરમાં મારૂતિનગરમાં 50 વર્ષીય મહિલા, માધવનગર-1માં 10 વર્ષીય બાળક, સત્યનારાયણ રોડ પર રવિ ફ્લેટ પાસે 34 વર્ષીય પુરૂષ, એલઆઇજી-2, જીએમડીસી કોલોની, ભરતનગરમાં 36 વર્ષીય મહિલા તથા સમરસ હોસ્ટેલ પાસે 20 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં હાલ 157 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે જે 3 કેસ મળ્યા તેમાં હાથબ ખાતે 18 વર્ષીય યુવક, ઘોઘામાં 56 વર્ષીય પુરૂષ તથા તળાજામાં 35 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ગ્રામ્ય કક્ષાએ હાલ 28 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...