વીજ ઠપ:શહેરના હલુરીયા ચોક સહીતના વિસ્તારોમાં ત્રણ દિવસ વિજકાપ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી પટેલ સોલ્ટ SBI બેંક,હલૂરિયા ચોક , વિસ્તારો માં વીજ ઠપ

પી.જી.વી.સી.એલ સી.ટી 1 ડિવિઝન દ્વારા મેઈનટેનન્સ ની કામગીરી શરૂ હોવાથી તા.31 ઓગસ્ટ થી લઈને તા.2 સપ્ટેમ્બર સુધી સવારે 7 વાગ્યા થી લઈને બપોરે 1 વાગ્યા સુધી અનુક્રમે ખાડી ફીડર , રેડ ક્રોસ ફીડર અને હલુરીયા ફીડર બંધ રહેવાના છે. માટે જે તે ફીડર અંતર્ગત આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

ખાડી ફીડર અંતર્ગત પટેલ સોલ્ટ , સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ , ફૂડ કોર્પોરેશન ગોડાઉન , બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ , ભાવનગર રિફેક ટરી , સાગર સોલ્ટ , ગીતા સોલ્ટ, નીલકમળ સોલ્ટ સહિતના વિસ્તારો , રેડ ક્રોસ ફીડર અંતર્ગત સાંઢિયા વાડ , રાણીકા , લીમડી વાળી સડક , પિંજરા ચોક , રૂવાપરી એફ.સી , એસ.બી.આઇ બેંક , ડૉ.પંકજ શાહ , શિવ કોમ્પલેક્ષ , હલૂરિયા ચોક , બાર્ટન લાઇબ્રેરી તથા હલૂરિયા ફીડર અંતર્ગત આનંદનગર ત્રણ માળિયા , વીમાનું દવાખાનું , વણકરવાસ, શિશુ વિહાર થી ક્રેસન્ટ અને દીપક ચોકથી શિશુવિહાર સુધીનો વિસ્તાર વીજ પુરવઠો વિહીન રહેવા પામશે.

અન્ય સમાચારો પણ છે...